અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં સવાર સાંજ એમ કુલ બે ટાઇમ કુલ ૯૬ કાર્યક્રમ કર્યા
રાજકીય હેતુ માટે મ્યુનિસિપલ સ્કુલના ૨૦૦ વિદ્યાર્થીઓનો દુરપયોગ દુઃખદ બાબત
કેન્દ્વ અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નગરજનોને માહિતગાર કરવાના હેઠળ અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં ૪૮ દિવસમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું સવાર સાંજ એમ બે ટાઇમ કુલ ૯૬ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. યાત્રાના એક કાર્યક્રમનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા થાય છે શહેરમાં 48 યાત્રાનો કુલ ખર્ચ રૂપિયા ૨.૮૮ કરોડ જેટલો થયો છે. પ્રજાના ટેક્ષના રૂપિના બવ વધારે રકમનો ખર્ચ આગામી લોકસભાની ચૂંટણીને લઈને સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા રાજકીય લાભ માટે કરવામાં આવે તે કોઇ પણ રીતે ઉચિત નથી આ સાથે એએમસીએ શાળાના કાર્યક્રમોમાં રોજના ૨૦૦ બાળકોને પણ ફરજીયાત હાજર રાખવા બાબતે કરેલ આદેશ શરમજનક બાબત છે.
સત્તામાં બેઠેલી ભાજપ પક્ષ પોતાની રાજકીય લાભ તેમજ સ્વપ્રસિધ્ધી મેળવવા માટે મ્યુનિસિપલ સ્કુલના રોજના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓનો દુરપયોગ કરવામાં આવે તે કમનસીબ અને દુઃખદ બાબત છે. રાજકીય હેતુ પ્રેરીત કાર્યક્રમોમાં અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશના ભાજપના સત્તાધીશોના કહેવાથી તંત્ર દ્વારા બાળકોને જોડી ભાજપ વહીવટી તંત્ર તેમના ભવિષ્ય પર કુઠારાધાત કરી રહયાં હોય તેવી લાગણી પ્રર્વતી રહી છે.
અમદાવાદ મ્યુ.કોર્પોરેશન એ કોઇ રાજકીય અખાડો નથી. કોઇ સત્તાધીશો માટેનું સત્તાનું કેન્દ્ નથી પરંતુ એ સ્થાનિક સ્વરાજ્યની સ્વાયત સંસ્થા છે ભારતીય જનતા પાર્ટીના રાજકીય રોટલો શેકવાના હેતુથી કેટલાય સમયથી મ્યુ.કોર્પોરેશનનું પણ ભાજપીકરણ કરવામાં આવી રહયું છે. સત્તાના નશામાં રાંચતા ભાજપ દ્રારા “કોડ ઓફ કન્ડકટ”નું પણ સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે.
ભાજપના દ્વારા વહીવટીતંત્રને ફરજીયાત આદેશો આપીને રાજકીય ફાયદો મેળવવા માટેના કાર્યક્રમ મ્યુનિસિપલ તંત્રને ફરજ પાડવામાં આવે છે. આવા દૂરૂપયોગને લીધે તેની સીધી અસર પ્રાથમિક સેવા ઉપર પડે છે. વોર્ડમાં આવેલ નાના કર્મચારીથી લઈને મ્યુ.કોર્પોરેશનના અધિકારીગણને યેનકેન પ્રકારે કાર્યક્રમોમાં વ્યસ્ત રાખવામાં આવી રહયા છે. તેની સીધી અસર સેવાઓ ઉપર પડી રહી છે. રોજની ફરીયાદો લઈને આવતા નાગરિકોને જે તે અધિકારીઓ ન મળતાં તેઓની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે.
મ્યુ.કોર્પોની જાહેર મિલકતો, સરકારી મશીનરી અને સરકારી તંત્રનો તથા પ્રજાના પરસેવાના ટેક્ષના નાણાંનો રાજકીય હેતુસર દુરપયોગ કરી સત્તાધારી ભાજપ દ્વારા કરાયેલ હીન પ્રયાસ જેને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ કાર્યક્રમો રાજકીય લાભ મેળવવા માટેનો હોઇ આ કામ પરત કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.અન્યથા આ કામ બાબતે કોગ્રેસ પક્ષનો સ્પષ્ટ વિરોધ છે.