અમદાવાદ ખાતે સોનુ (99.9) રૂપિયા 63,200થી રૂપિયા 1,300 વધીને રૂપિયા 64,500, સોનું (99.5) રૂપિયા 63,000થી રૂપિયા 1,300 ઉછળી રૂપિયા 64,300 જ્યારે ચાંદીનો કિલોનો ભાવ રૂપિયા 72,000થી રૂપિયા 3000 વધીને રૂપિયા 75,000 થયો
આંતરરાષ્ટ્રીય બજારમાંથી અમેરિકાની મધ્યસ્થ બેંક યુએસ ફેડરલ રિઝર્વએ વર્ષ 2024માં વ્યાજ દરોમાં વૃદ્ધિને બ્રેક લગાવવાના અને આગામી વર્ષમાં વ્યાજદરોમાં ઘટાડો કરવાના સંકેત આપતા બુલિયન માર્કેટમાં આગ ઝરતી તેજી જોવા મળતી હતી.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં સોનાના 10 ગ્રામના ભાવ 1276 વધીને રૂપિયા 62475 રહ્યા હતા. જ્યારે ચાંદી રૂપિયા 3,550 ઉછળી રૂપિયા 75,082 પ્રતિ કિલો રહ્યો હતો.
અમદાવાદ ખાતે સોનુ (99.9) રૂપિયા 63,200થી રૂપિયા 1,300 વધીને રૂપિયા 64,500, સોનું (99.5) રૂપિયા 63,000થી રૂપિયા 1,300 ઉછળી રૂપિયા 64,300 જ્યારે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 72,000થી રૂપિયા 3000 વધીને રૂપિયા 75,000 રહ્યા હતા.
સોનાની કિંમતમાં જોરદાર વધારો થયો હોવા છતાં પણ તે તેના ઓલટાઈમ હાઈ કરતા લગભગ 1400 રૂપિયા સસ્તું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં લગભગ 3800 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ફેડના નિર્ણય બાદ ડૉલર ઇન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ન્યૂયોર્ક ખાતે સોનાના ઔંસ દીઠ ભાવ 2.51 ટકાની તીવ્ર ઉછાળા સાથે 2,047.40 ડોલર રહ્યા હતા.જ્યારે ચાંદીના ભાવ ઔંસ દીઠ 6.43 ટકા વધી 24.40 ડોલર થયા છે. આ અહેવાલ લખાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ઔંસ દીઠ ભાવ અનુક્રમે 2,037.70 ડોલર અને 24.136 ડોલર રહ્યા હતા.
ઈમરજન્સીમાં સોનું સૌથી વધુ મદદરૂપ છે. ઘણા દેશોમાં તણાવ ચાલી રહેલો હોવા છતાં પણ સોનાએ સારું પ્રદર્શન કર્યું છે. ગયા અઠવાડિયે પણ તે પ્રથમ વખત રૂ. 64,000ની સપાટી સુધી પહોંચ્યું હતું.