૫૦૦ એકર જમીનમાં ૨૫૦ કરોડના ખર્ચે જંગલ સફારી પાર્ક, બાયો ડ્રાઇવસિર્ટી પાર્ક બનાવવાની જાહેરાત બેબુનિયાદ

junglesafari

ભાજપના સત્તાધીશો ગુમરાહ કરવા ખોટી પોકળ ગુલાબાંગો પોકારવા તેમજ પ્રજાજનોને ગુમરાહ કરવા બાબતે માહેર છે

તારીખ 06 સપ્ટેમ્બર 2023ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટી બાદ પ્રેસમીટમાં તત્કાલીન ચેરમેનશ્રી દ્વારા પ્રેસ-મીડીયા સમક્ષ મોટા ઉપાડે જાહેરાત કરેલ તે બાબતે વિપક્ષના નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં કહયું કે, તા.૦૬-૦૯-૨૩ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટી બાદ પ્રેસમીટમાં તત્કાલીન ચેરમેનશ્રી દ્વારા દક્ષિણ ઝોનના ગ્યાસપુર ખાતે ૫૦૦ એકર જમીનમાં ૨૫૦ કરોડના ખર્ચે જંગલ સફારી પાર્ક તથા બાયો ડ્રાઇવસિર્ટી પાર્ક બનાવવાની જાહેરાત કરતાં જણાવેલ કે આ બાબતે કન્સલટન્ટની નિમણુંક કરી માસ્ટર પ્લાન બનાવાશે અને તે પ્લાનને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની મંજુરી મેળવવા મોકલી આપવામાં આવશે. અમદાવાદના શહેરીજનોને વન્ય પશુ પક્ષીઓ જોવા ગીરના જગંલમાં કે કેવડીયા કોલોની જવું નહી પડે પરંતુ વાસ્તવિકતા એ છે કે, પ્રાપ્ત માહીતી અનુસાર વહીવટી તંત્રને આ કામ કરવા બાબતે મનાઇ કરેલ છે તેમજ વહીવટી તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી તો પછી તત્કાલીન સ્ટે.કમિટી ચેરમેનશ્રી દ્વારા આવી બેબુનિયાદ અસ્તિત્વ ધરાવતી જાહેરાત કેમ કરી તે વિચારણા માંગી લે તેવી બાબત છે આ બાબતે તંત્ર દ્વારા કોઇ નાણાંકીય જોગવાઇ પણ કરેલ નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે અમદાવાદ મ્યુ.કોર્પોના ભાજપના સત્તાધીશો ખોટી અને પોકળ ગુલાબાંગો પોકારવા બાબતે તેમજ પ્રજાજનોને ગુમરાહ કરવા બાબતે માહેર છે તત્કાલીન ચેરમેનશ્રી દ્વારા પ્રેસ-મીડીયા સમક્ષ કહેલ કે મ્યુનિ.કોર્પો.દ્વારા સાબરમતી નદીના કિનારે ગ્યાસપુરમાં જંગલ સફારી પાર્ક તથા બાયો ડ્રાઇવસિર્ટી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તો પછી તે કરેલ આયોજનનું બાષ્પીભવન કેમ અને કયારે થઇ ગયું તત્કાલીન ચેરમેનશ્રી દ્વારા કરાયેલ સદર જાહેરાત બાબતે વર્તમાન સ્ટે.કમિટી ચેરમેનશ્રી દ્વારા કહેવામાં આવે છે કે તે કામ મોકુફ રાખેલ છે પરંતુ કામ જ શરૂ નથી થયું તો મોફુક રાખવાની હાસ્યાસ્પદ વાતો ભાજપના સત્તાધીશો દ્વારા પોકારવામાં આવે છે જે અગાઉ કરેલ પોકળ વાયદા મુજબ કાળું નાણું શોધી તે નાણાંમાંથી દરેક નાગરિકના ખાતામાં ૧૫ લાખ રૂા. જમા કરવામાં આવશે તેવી જ રીતે નવા નવા પોકળ વાતો કરી પ્રજાને ગુમરાહ કરે છે તેમજ તત્કાલીન ભાજપના સત્તાધીશો અને વર્તમાન ભાજપના સત્તાધીશો વચ્ચે કોઇ સંકલન નથી તે પુરવાર થાય છે પ્રજાને લોલીપોપ આપી હથેલીમાં ચાંદ દેખાડી પોકળ અને જુઠા વાયદાઓ આપવા બાબતે માહીર ભાજપ પ્રજાને ગુમરાહ કરવાનું હીન કૃત્ય કરે છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે જેન કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.