સંસદના શિયાળા સત્ર પહેલા પીએમ મોદીએ વિપક્ષને આપી સલાહ, “સદનમાં હારનો ગુસ્સો ન કાઢવો…”

Lok-sabha-winter-session

સંસદના શિયાળા સત્ર પહેલા ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, રાજકીય ગરમાવો ઝડપથી વધી રહી છે પરંતુ શિયાળો વિલંબિત થઈ રહ્યો છે.

ગઈકાલે જ 4 રાજ્યોના પરિણામો આવ્યા છે. ખૂબ જ પ્રોત્સાહક પરિણામો આવ્યા છે. જેઓ દેશ માટે કામ કરી રહ્યા છે તેમના માટે આ પ્રોત્સાહક છે. “સામાન્ય લોકોના કલ્યાણ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ રૂપ છે.”

ચૂટણીના વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળા સત્ર પહેલા કહ્યું, “રાજકીય ગરમાવો ઝડપથી વધી રહી છે પરંતુ શિયાળો વિલંબિત થઈ રહ્યો છે. ગઈકાલે જ 4 રાજ્યોના પરિણામો આવ્યા છે. ખૂબ જ પ્રોત્સાહક પરિણામો આવ્યા છે. જેઓ દેશ માટે કામ કરી રહ્યા છે તેમના માટે આ પ્રોત્સાહક છે.” “સામાન્ય લોકોના કલ્યાણ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધરૂપ છે.” તેમણે કહ્યું કે જ્યારે લોકકલ્યાણ માટે પ્રતિબદ્ધતા હોય ત્યારે સત્તા વિરોધી શબ્દ અપ્રસ્તુત બની જાય છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે નકારાત્મકતાને ફગાવી દીધી છે, લોકશાહીનું મંદિર લોકોની આકાંક્ષાઓને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. હું તમામ સભ્યોને વિનંતી કરું છું કે તેઓ તૈયાર રહે અને સંસદમાં રજૂ થયેલા બિલો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર પર ગુસ્સો ઠાલવવાને બદલે વિપક્ષે નકારાત્મકતા છોડીને સંસદના આ સત્રમાં સકારાત્મકતા સાથે આગળ વધવું જોઈએ.

સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું. આ દરમિયાન ભાજપના સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભામાં ‘ત્રીજી બાર મોદી સરકાર’ અને ‘બાર બાર મોદી સરકાર’ના નારા લગાવ્યા હતા.

મહારાષ્ટ્રના સાસંદ અને શિવસેના UBT નેતા પ્રિયંકા વિક્રમ ચતુર્વેદીએ કહ્યું, ભાજપાની જે રીતે જીત્ય થઈ છે તે અભિનંદનને પાત્ર છે સાથે જ હું કહીશ કે જે પરિણામો આવે છે, ભલે તમે 2018ની ચૂંટણીઓ પર નજર નાખો, તો પણ તે પરિણામો આવતા નથી. લોકસભા ચૂંટણીમાં રુપાંતરીત નથી થતા. જનતા ભારત દેશના મુદ્દાઓ પર મત આપે છ.

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, “થોડા દિવસો પહેલા જ્યારે કર્ણાટક-હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે મોદીજીની જાણકારી ક્યાં હતી?… તેઓ સમયાંતરે પોતાનું જ્ઞાન બહાર લાવે છે… વડા પ્રધાન, ભાજપ પાસે કોઈ નથી અને જો કોઈ ચહેરો નથી, તો તે મોદીજીની જીત છે, ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદની નહીં, તેઓએ આ સ્વીકારવું જોઈએ.