કોંગ્રેસની પાંચ માંથી ચાર રાજ્યોમાં નિરાશજનક હાર બાદ સોનિયા ગાંધીના નિવસ્થાને કરશે મનોમંથન

Congress-Strategy-Group-Meeting-To-Be-Held-Sonia-Gandhi-Residence

કોંગ્રેસની આ બેઠક પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં સંસદના શિયાળા સત્ર અંગે ચર્ચા થઈ શકે છે.

કોંગ્રેસની નિરાશજનક પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ પાંચમાંથી માત્ર તેલંગાણામાં સરકાર બનાવવામાં સફળ રહી છે. રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે સંસદીય વ્યૂહાત્મક જૂથની બેઠક બોલાવી છે.

કોંગ્રેસની આ બેઠક આજે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. આ બેઠક પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં સંસદના શિયાળા સત્ર અંગે ચર્ચા થઈ શકે છે.