આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

aagahi

ડિસેમ્બર મહિનામાં ચક્રવાત, ભારે વરસાદ અને ગાત્રો થિજવતી ઠંડી પડવાની અંબાલાલ પટેલની આગાહી
2 થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે

રાજ્યના હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોમસી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં દમણ દાદરાનાગર હવેલી, સુરત નવસારી, ડાંગ અને તાપીમાં તો સૌરાષ્ટ્રના સમુદ્ર તટીય વિસ્તાર અમરેલી અને ભાવનગરના કમોમસી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના અનુસાર 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. તેમજ માવઠાની સાથે ઠંડીનું જોર પણ વધશે. રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ડિસેમ્બર મહિનામાં ચક્રવાત, ભારે વરસાદ અને ગાત્રો થિજવતી ઠંડી પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમનાં જણાવ્યા અનુસાર, 2થી 4 ડિસેમ્બરમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે. 2 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જેની અસર 8 ડિસેમ્બર સુધી જોવા મળી શકે છે. ત્યારબાદ તારીખ 2થી 16માં દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ડિસેમ્બરના પાછલા દિવસોમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.

આ અરસામાં ડિસેમ્બર તારીખ 2થી 4માં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે છે. લગભગ 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે. જેના કારણે દક્ષિણ પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે. જેની અસર મધ્ય પ્રદેશ સુધી થશે. જેના ભેજવાળા પવનો, અરબ સાગરના ભેજવાળા પવનો ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થઇ જશે. વાદળવાયુ અને વરસાદ થશે.

હવે જે વરસાદ થશે તે ઠંડા પવનો સાથે વરસાદ થશે. ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. અને સૂસવાટાભેર ઠંડા પવનો 2 ડિસેમ્બર પછી આવતા રહેશે. 2થી 16માં પશ્ચિમી વિક્ષેપો આવશે, પરંતુ તારીખ 14થી 16માં જે વિક્ષેપો આવશે તેમાં વાદળછાયુ વાતાવરણ વધારે રહેશે. 19થી 22 ડિસેમ્બર વચ્ચે જે વિક્ષેપ આવશે તેમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે અને ગાત્રો થીજવતી ઠંડી પડશે. હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધશે. આ ઠંડીના જોરના લીધે કૃષિ પાકો માટે સારું રહેશે. હિમ પવનોથી ઠંડી પણ વધશે.

રાજ્યના ખેડૂતો હજી માવઠાના મારમાંથી બહાર નીકળ્યો નથી ત્યાં તો હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેની સાથે જ ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને વધુ નુકસાન થઈ શકે છે.