ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાનું વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે થયું અવસાન

સુનિલ ઓઝા બિહાર ભાજપના સહ પ્રભારી અને ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ છેલ્લા દસ વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા હતા

ગુજરાત રાજ્યના ભાજપ વરિષ્ઠ પૂર્વ ધારાસભ્ય અને PM મોદીના નજીકના મનાતા સુનિલભાઈ ઓઝાનું આજે વહેલી સવારે દિલ્હી ખાતે નિધન થયું છે. સુનિલભાઈ ઓઝાના અચાનક નિધનથી ભાજપ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયું છે. સુનિલભાઈએ ભાજપને ઘણા સ્ટેટમાં જીત અપવામાં ઘણી મહત્વની ભૂમિકા રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી સુનિલભાઈ યુપીના પ્રભારી તરીકેની જવાબદારી ફરજ પર રહી ચૂક્યા હતા અને યુપી વારણસીમાં પીએમ મોદીને ઈલેક્શનમાં જીત અપાવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ તેમને બદલીને બિહારના સહ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ જવાબદારી દરમિયાનમાં તે દિલ્હીમાં હતા ત્યારે તેમને વહેલી સવારે હૃદય હુમલો આવતા તેમનું આવસાન થયુ હતું તેમનો પાર્થિવદેહને તેમના નિવાસ્થાન વારાણસી સ્થિત ખાતે આજે લઈ જવાશે અને સુનિલભાઇ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા હતા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે 30 નવેમ્બરે સવારે 11 વાગે કરવામાં આવશે

સુનિલ ઓઝા પીએમ મોદીના નજીકના ઘણાતા હતા

સુનિલ ઓઝાને થોડક મહિના પહેલા જ  બિહાર ભાજપના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તે પહેલા યુપી ભાજના પ્રભારી તરીકે ફરજ પર રહિ ચૂક્યા હતા. તે બાદ ઉત્તરપ્રદેશથી બિહાર ટ્રાંસફર કર્યુ હતું. સુનિલભાઇ ઓઝાને બિહારના સહ પ્રભારી બનાવ્યા બાદ રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સુનિલ ઓઝા મૂળ ગુજરાતના ભાવનગર જિલ્લાના રહેવાસી હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના નેતાઓમાંના એક ગણાતા હતા. રાજકીય રીતે બિહાર ભાજપના એજન્ડામાં ખૂબ જ ઉપર છે. બિહારના પડકારને ધ્યાનમાં રાખીને સુનિલ ઓઝા જેવા વ્યક્તિને બિહાર મોકલવામાં આવ્યા છે. કારણ કે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને 40માંથી 39 બેઠકો પર તેના સાથી પક્ષો સાથે સફળતા મળી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીકના મનાતા ઓઝાએ ઘણાં રાજ્યોમાં ભાજપે જીત હાશીલ કર હતી.