ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપરકાંડને રોકવા રાજ્ય શિક્ષણ વિભાગનો નિર્ણય સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ બનશે

કોમ્પ્યુટર પર એક સાથે 15 હજાર ઉમેદવારો પરિક્ષા આપી સકશે, પરિક્ષા પદ્ધતિમાં દિવસના ત્રણ પેપર કઢાશે. 

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગૌણ સેવા પસંદગી મંડળ અને વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત અત્યાર સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ ભરતી કરવામાં આવી રહી છે. જોકે  છેલ્લાં કેટલાં સમયથી ગુજરાત રાજ્યમાં પરિક્ષાઓમાં થતા છબરડા, તેમજ પેપર ફૂટવાની વારંમવાર બનતી ઘટનાઓ કે પછી છાશવારે થતાં પેપરકાંડને રોકવા સરકારે તે તરફ હવે લાલ આંખ કરીને કડક પગલાં લીધાં છે. આ અંતરગત જેને ધ્યાનમાં લઈને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં રાજ્ય શિક્ષણ વિભાગે મોટો ફેકફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈપણ  ઉમેદવારને કોઈ અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર

 હવે પહેલી વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સંપૂર્ણ પરીક્ષા પેપર લેસ હશે. જેના માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ નિર્ણયની ટૂંકમાં જાહેરાત કરવામાં આવશે. હવેથી પરિક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે. પરિક્ષા પદ્ધતિમાં દિવસના ત્રણ પેપર કઢાશે. પરિક્ષાર્થી કે ઉમેદવારે નિયત કરાયેલાં વિવિધ સેન્ટરોમાં જઈને કોમ્પ્યુટર પર સંપૂર્ણ પરિક્ષા આપવાની રહેશે. કોમ્પ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી છે. એક સાથે ૧૫ હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપની ને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે. બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિ થી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. બીટ ગાર્ડ ની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે જેમાં ૪.૫ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે.