ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રૂપિયાની SDRF નિયમ પ્રમાણે 33 ટકાથી વધુ નૂકશાન થયુ હશે તેજ સહાય મળશે
ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોંફરંસમાં ખેડૂતો માટે રાજ્યમાં પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. રાજ્યમાં બે દિવસ થયેલા કમોસમી વરસાદથી વધુ નુકશાન ખેડૂતને થયું છે. ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોંફરંસના માધ્યમથી જાહરાત કરી હતી કે પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. વધુ જણાવતા કહ્યુ કે, બે દિવસમાં સમગ્ર રાજ્યના 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના લીધે અંદાજે 3થી 4 લાખ હેક્ટરના પાકને નુકશાન થયું છે. મોટા ભાગે વરસાદને કારણે તુવેર, કપાસ, અરેંડાને નુકશાન થયું છે. રાજ્યમાં કુદરતી આફતથી કુલ કેટલું નુકશાન થયું તે સર્વેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.
રાજ્યમાં કુદરતી આફતથી ખરીફ પાકને નુકશાની થયાની ભીતિ છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે માહિતી અપતા જણાવ્યું હતું કે ખેડૂતોનો તુવેરના પાકનું વાવેતર 2 લાખ હેક્ટરમાં કર્યુ છે. જે મોટા ભાગે નુકશાન થયાની માહિતી મળી રહી છે.
પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયુ હોય તેવા ખેડૂતોને સહાય મળશે
SDRF નિયમ અનુસાર પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટરની મર્યાદામાં રૂપિયા 6800ની સહાય ખેડૂતોને ચુકવાશે. ઉપરાંત રાજ્ય સરકારના કૃષિમંત્રીએ જણાવ્યુ કે કુલ 25 લાખ હેક્ટર એરંડા, તુવેર, કપાસ જેવા પાકો ઉભા હતા. કપાસ અને દીવેલામાં પણ મોટું નુકશાન થયું નથી. ઉપરાંત બાગાયતી પાકોમાં વધુ નૂકસાન થયુ નથી.