મિચેલ માર્શની મુશ્કેલી વધી, મિશેલ માર્શ પર 140 કરોડ ભારતીયોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ
દિલ્હીના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશનમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વિરુદ્ધ FIR કરવામાં આવી છે. એક ITR એક્ટિવિસ્ટે FIR નોંધાવવાની સાથે માર્શ પર પ્રતિબંધ લગાડવાની માગ કરી છે.
ઓસ્ટ્રેલિયન ટીમે છઠ્ઠી વખત વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. આ ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટોમાં માર્શ વર્લ્ડકપ ટ્રોફી ઉપર પગ રાખીને બેઠો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયન ખેલાડીની ખુબ ટિકા થઈ હતી, ત્યારે હવે તેમના વિરુદ્ધ કેસ દાખલ થયો છે. આ કેસ RTI એક્ટિવિસ્ટે કર્યો છે.
વર્લ્ડકપ ક્રિકેટ 2023ની વિજેતા ટીમના ખેલાડી મિશેલ માર્શ વિરુદ્ધ ભારતમાં FIR નોંધાઈ છે. દિલ્હીના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશનમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વિરુદ્ધ FIR કરવામાં આવી છે. એક ITR એક્ટિવિસ્ટે FIR નોંધાવવાની સાથે માર્શ પર પ્રતિબંધ લગાડવાની માગ કરી છે. 19 નવેમ્બરે છઠ્ઠી વખત વર્લ્ડકપ જીત્યા બાદ માર્શનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તે એક સોફા પર બેસીને ડ્રિંક લઈ રહ્યો છે અને સામે રાખવામાં આવેલી ટ્રોફી પર પગ રાખ્યા છે.
દરમિયાન, અલીગઢના એક RTI કાર્યકર્તાએ 24 નવેમ્બરે ઉત્તર પ્રદેશના અલીગઢમાં મિશેલ માર્શ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. કાર્યકર્તાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીને ખેલાડીને ભારતમાં રમવા પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી.
ભારતના ITR એક્ટિવિસ્ટ પંડિત કેશવ નામની એક વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર વિરુદ્ધ દિલ્હી ગેટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓલરાઉન્ડર મિશેલ માર્શે વર્લ્ડકપ વિજેતા ટ્રોફી પર પગ રાખ્યા છે. તેમનું આ એટીટ્યૂડ 140 કરોડ ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે FIR નોંધી છે. ITR એક્ટિવિસ્ટે એવી પણ માગ કરી છે કે માર્શને ભારતમાં રમવા પર પ્રતિબંધ લગાડવામાં આવે. FIRની કોપી તેમણે વડાપ્રધાન મોદી અને સ્પોર્ટસ મિનિસ્ટર અનુરાગ ઠાકુરને પણ મોકલી છે.
માર્શની આ હરકતની સોશિયલ મીડિયા પર ઘણી જ નિંદા થઈ હતી. નેટિઝન્સનું માનવું છે કે માર્શની આ હરકતથી ટ્રોફી અને રમતનું અપમાન થયું છે. માર્શની હરકત પર ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીએ પણ પ્રતિક્રિયા આપી છે. ICC વિશ્વકપ 2023માં સૌથી વધુ 24 વિકેટ લેનાર બોલર શમીએ કહ્યું હતું કે- તેઓ માર્શની આ પ્રકારની હરકતથી જરાય ખુશ ન હતો.