ન્યૂઝીલેન્ડ સતત 5મી વાર સેમીફાઈનલમાં પ્રવેશ્યુ, પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાંથી લગભગ બહાર

newzealand

પાકિસ્તાન પાસે ન્યૂઝીલેન્ડને પાછળ રાખવાની તક હતી, પણ તે આ તકમાં સફળ રહ્યું ન હતું

ICC વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે સતત સારું પર્ફોમન્સ કર્યું છે. વનડે વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડના વિશ્વ કપ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે અને પાકિસ્તાન વર્લ્ડકપમાંથી લગભગ બહાર થઈ ગયું છે.

ન્યૂઝીલેન્ડની ટીમ સતત પાંચમી વખત વનડે વર્લ્ડકપની સેમીફાઈનલમાં સ્થાન મેળવનાર બીજી ટીમ બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપ 2023માં ધમાકેદાર શરૂઆત કરી હત, જોકે ત્યારબાદ સળંગ મેચ ગુમાવતા વર્લ્ડકપમાંથી બહાર થઈ જવાનું સંકટ પણ સર્જાયું હતું.

ઈંગ્લેન્ડે વર્ષ 2019માં વિશ્વ કપની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું અને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડને હરાવી વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. તેને પ્રથમ વખત વનડે વિશ્વ કપ ચેમ્પિયન બનવામાં સફળતા મળી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પણ સતત પાંચ વખત સેમીફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે. વર્લ્ડકપ 2023માં ન્યૂઝીલેન્ડની ટીમ 9 મેચ પૈકી પાંચ મેચમાં જીત મેળવી શકી છે અને સેમી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. પાકિસ્તાન પાસે ન્યૂઝીલેન્ડને પાછળ રાખવાની તક હતી, પણ તે આ તકમાં સફળ રહ્યું ન હતું.

આ અગાઉ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વિશ્વ કપમાં સતત પાંચ વખત સેમીફાઈનલમાં સ્થાન મેળવવાનો રેકોર્ડ ધરાવતી હતી. ઈંગ્લેન્ડની ટીમે વર્ષ 1975, 1979, 1983, 1987 અને 1992માં સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતં. આ ઉપરાંત વર્ષ 1979, 1987 અને વર્ષ 1992માં ઈંગ્લેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી હતી, પણ ત્રણેય વખત તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તે વર્લ્ડ ચેમ્પિયન બની શકી ન હતી.