ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારી કપિલ દેવનો 40 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, બીજા પણ અનેક રેકોર્ડ પોતાનાં નામે કર્યા

maxwell-record

કપિલ દેવે 1983નાં વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે રન ચેઝ કરતા અણનમ 175 રન બનાવ્યા હતા
વનડેમાં સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી મારનાર બીજો ખેલાડી બન્યો મેક્સવેલ
મેક્સવેલે વનડે કરિયરમાં પોતાની પહેલી ડબલ સેન્ચુરી ફટકારી અને અફઘાનિસ્તાન પાસેથી જીતનો કોળિયો ઝુંટવી લીધો

ગ્લેન મેક્સવેલનું નામ ક્રિકેટ ઈતિહાસના સોનેરી પાનાઓ પર લખાઈ ગયું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે વર્લ્ડકપ 2023ની મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી કારમી હાર આપી હતી. 292 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 46.5 ઓવરમાં 7 વિકેટે 293 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન સામે હારેલી બાજી મેક્સવેલે એકલા હાથે જીતમાં ફેરવી દીધી હતી. મેક્સવેલ ઈજાગ્રસ્ત હોવા છતા ક્રિઝ પર ઉભા-ઉભા ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો. મેક્સવેલે 128 બોલમાંથી 201 રનની ઈનિંગ રમી હતી. તેણે આ ઈનિંગમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

કપિલદેવનો મહા રેકોર્ડ તોડ્યો
અફઘાનિસ્તાન સામેની મેચમાં મેક્સવેલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી ધુંઆધાર બેટિંગ કરતા અણનમ 201 રન બનાવ્યા હતા. આ સાથે તેણે 40 વર્ષ જૂના કપિલ દેવના રેકોર્ડને તોડી દીધો છે. આ નંબર પર બેવડી સદી(201* રન) ફટકારીને તેણે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો. કપિલ દેવે 1983નાં વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે રન ચેઝ કરતા છઠ્ઠા નંબર પર બેટિંગ કરતાં 175* રન બનાવ્યા હતા. પરંતુ હવે વર્લ્ડકપમાં છઠ્ઠા અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલના નામે થઈ ગયો છે.

વન-ડેમાં માત્ર કપિલ દેવ જ એવા ખેલાડી હતા જેમણે છઠ્ઠા કે તેના પછી બેટિંગ કરવા ઉતરતા વન-ડેના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. તેમણે 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ છઠ્ઠા નંબરે ઉતરી 175 રન બનાવ્યા હતા. જે રેકોર્ડ મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 201 રન રમી તોડી દીધો છે.

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 5 વિકટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઈબ્રાહીમ ઝાદરાને શાનદાર સદી ફટકારી હતી. આ સદી ફટકારતા જ તે અફઘાનિસ્તાન માટે ODI World Cupમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 292 રનનાં લક્ષ્યાંક સુધી પહોંચવા ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ માત્ર 91 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેક્સવેલે 157.03નાં સ્ટ્રાઈક રેટથી ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 128 બોલમાં 201 રન ફટકારી દીધા હતા. અફઘાનિસ્તાન સામે મેક્સવેલે 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા.

મેક્સવલે કેપ્ટન પેટ કમિન્સની સાથે મળીને આઠમી વિકેટ માટે 170 બોલમાં 202 રનની નોટઆઉટ પાર્ટનરશિપ કરી. આ વનડે ઈન્ટરનેશનલમાં બેટિંગના આ ક્રમે 7મી સૌથી મોટી પાર્ટનરશિપ હતી.

વનડેમાં સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી મારનાર બીજો ખેલાડી
મેક્સવેલે વનડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી મારનાર બીજો ખેલાડી બન્યો છે. તેની આગળ ભારતનો ઈશાન કિશન છે, જેણે 126 બોલમાં આ કમાલ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ ત્રીજા નંબરે છે જેણે 138 બોલમાં આ કારનામું કર્યું હતું.

વનડે રન ચેઝમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર
201* – ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાન, મુંબઈ, વનડે વર્લ્ડકપ 2023
193 – ફખર ઝમાન, પાકિસ્તાન vs સાઉથ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2021
185* – શેન વોટસન, ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ, મીરપુર, 2011
183* – એમ.એસ ધોની ભારત vs શ્રીલંકા, જયપુર, 2005
183 – વિરાટ કોહલી, ભારત vs પાકિસ્તાન, મીરપુર, 2012

મંગળવારે રમાયેલી મેચમાં હકિકતમાં જોઈએ તો અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે નહીં પરંતુ મેક્સવેલ સામે હારી છે, એમ કહેવું ખોટું નથી. 292 રનના ટાર્ગેટનો પીછો કરતી કાંગારુની ટીમનો સ્કોર એક સમયે 91 રને 7 વિકેટ હતો. અહીંથી ઓસ્ટ્રેલિયાના ફેન્સે જીતની આશા છોડી દીધી હતી. અફઘાનિસ્તાનના ડ્રેસિંગ રુમમાં પણ જશ્નનો માહોલ હતો. મેન્ટર અજય જાડેજાએ તો ડાન્સ કરવાનું શરુ કરી દીધું હતું. પરંતુ અહીંથી પૂરીથી બાજી જ પલટાઈ ગઈ. અફઘાનિસ્તાનની ટીમે મેક્સવેલના બે આસાન કેચ છોડ્યા અને તેણે જીવનદાન આપ્યું. એક સમયે અમ્પાયેર પણ LBW આઉટ આપ્યો હતો જો કે DRS લેતા મેક્સવેલ બચી ગયો હતો.

ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
201* – ગ્લેન મેક્સવેલ vs અફઘાનિસ્તાન, મુંબઈ, 2023
185* – શેન વોટસન vs બાંગ્લાદેશ, મીરપુર, 2011
181* – મેથ્યુ હેડન vs ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, 2007
179 – ડેવિડ વોર્નર vs પાકિસ્તાન, એડિલેડ, 2017
178 – ડેવિડ વોર્નર vs અફઘાનિસ્તાન, પર્થ, 2015

ર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન (ત્રીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર)
237* – માર્ટિન ગુપ્ટિલ, ન્યુઝીલેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, 2015
215 – ક્રિસ ગેલ, વેસ્ટ ઈન્ડિઝ vs ઝિમ્બાબ્વે, કેનબેરા, 2015
201* – ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાન, મુંબઈ, 2023*
188* – ગેરી કર્સ્ટન, દક્ષિણ આફ્રિકા vs યુએઈ, રાવલપિંડી, 1996
183 – સૌરવ ગાંગુલી, ભારત vs શ્રીલંકા, ટોન્ટન, 1999

અફઘાનિસ્તાન સામેની મેચમાં મેક્સવેલે 10 સીક્સ ફટકારી હતી. આ સાથે જ તે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ સીક્સ મારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. તે કુલ 43 સીક્સ મારી ચુક્યો છે. તેણે એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો છે, જેના ખાતામાં 37 સીક્સ છે. ગેલ 49 સીક્સ સાથે ટોપ પર છે તો ભારતનો કેપ્ટન રોહિત શર્મા 45 સીક્સ સાથે બીજા સ્થાને છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી
49 – ક્રિસ ગેલ
45 – રોહિત શર્મા
43 – ગ્લેન મેક્સવેલ
37 – એબી ડી વિલિયર્સ
37 – ડેવિડ વોર્નર