સર્વોમાં રાસ્ટ્રપતિ જો બાઈડેન ફક્ત વિસ્કોન્સિનમાં આગળ છે, જ્યારે ટ્રમ્પ એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા અને પેન્સિલવેનિયામાં આગળ
સર્વેમાં દર્શાવે છે કે આવકના સ્તરના મતદારોને લાગે છે કે બાઈડેનની નીતિએ તેમને વ્યક્તિગત રીતે નુકસાન પહોંચાડ્યું, જ્યારે ટ્રમ્પની નીતિ મદદ કરવા માટે શ્રેય આપી રહી છે.
અમેરિકા રાસ્ટ્રપતિ જો બાઈડેના પ્રસાર અભિયાના પ્રવક્તા કેવિન મુનોઝ કહે છે કે સર્વોમાં દર્શાવામાં આવેલી આગાહીઓ આવતા વર્ષ સુધીમાં બદલાઈ જશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનની પ્રચાર અભિયાની ટીમ મતદારોને ગઠબંધન સુધી પહોંચવા અને તેમને એકત્રીત કરવા માટે સખત મહેનત કરી રહી છે.
અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે. તે પહેલા ઉમેદવાર પોત પોતાના પ્રચાર કરવામાં લગી ગયા છે. જ્યારે ચૂંટણીના એક વર્ષ પહેલા ન્યુયોર્ક ટાઈમ્સ અને સીએના કોલેજના એક સર્વે સામે આવ્યું છે. જે સર્વે અનુસાર રાષ્ટ્રપતિ પદ માટે 2024માં અમેરિકાનમાં ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણીના એક સર્વે દ્વારા રાષ્ટ્રપતિ જો બાઈડેન છ માંથી એક રાજયમાં આગળ અને પાંચમાં રાજયમાં પાછળ છે જ્યારે પાંચ રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે. મતદારોને બાઇડેનની ઉંમર વિશે ભારે શંકાઓ અને અર્થતંત્ર અને અન્ય ઘણા મુદ્દાઓને લઇને અસંતોષથી પીડાય છે.
6 રાજ્યના ટેલીફોનિક સર્વે 22 ઓક્ટોબરના
એરિઝોના રાજ્યામાં ટ્રંપ સમર્થક 49% અને બાઈડેન સમર્થક 44%
મિશિગન રાજ્યામાં ટ્રંપ સમર્થક 44% અને બાઈડેન સમર્થક 43%
પેન્સિલવેનિયા રાજ્યામાં ટ્રંપ સમર્થક 48% અને બાઈડેન સમર્થક 44%
નેવદા રાજ્યામાં ટ્રંપ સમર્થક 52% અને બાઈડેન સમર્થક 41%
જ્યોર્જિયા રાજ્યામાં ટ્રંપ સમર્થક 49% અને બાઈડેન સમર્થક 43%
ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના કોલેજના ટેલીફોનિક સર્વે 22 ઓક્ટોબરના રાષ્ટ્રપતિ બાઈડેન છમાંથી પાંચ રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પથી પાછળ છે. આવકના સ્તરના મતદારોને લાગે છે કે બાઈડેનની નીતિઓએ તેમને વ્યક્તિગત રૂપે નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે તેઓ ટ્રમ્પની નીતિઓને મદદ કરવા માટે શ્રેય આપે છે.
એક એવું રાજ્ય છે જ્યાં જો બાઈડેને ટ્રમ્પને પાછળ છોડી દીધા છે. સર્વે અનુસાર, બાઈડેને હાલમાં વિસ્કોન્સિનમાં ટ્રમ્પને પાછળ છોડી દીધા છે. અહીં અમેરિકન રાષ્ટ્રપતિને 47 ટકા લોકોનું સમર્થન છે જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને 45 ટકા લોકોનું સમર્થન છે.
આ રાજ્યોમાં બાઈડેનને 30 વર્ષથી ઓછી ઉંમરના મતદારો તરફથી માત્ર એક ટકાનો ટેકો મળ્યો છે. હિસ્પેનિક મતદારોમાં તેમની લીડ હવે એક અંકમાં ઘટી ગઈ છે. વધુમાં, શહેરી વિસ્તારોમાં તેમની લીડ ગ્રામીણ વિસ્તારોમાં ટ્રમ્પની લીડ કરતાં અડધી છે. તે જ સમયે, જો આપણે લિંગ વિશે વાત કરીએ તો, સ્ત્રીઓ હજી પણ જો બાઈડેનને પ્રાથમિકતા આપી રહી છે. જો કે, પુરુષોએ ટ્રમ્પને બમણા મોટા માર્જિનથી સમર્થન આપ્યું હતું.