ઉર્ફી જાવેદની ધરપકડનો વીડિયો ફેક હતો, મુંબઈ પોલીસે તેના વિરુદ્ધ નોંધી એફઆરઆઈ કાર્યવાહી કરી

urfi-jhaved

ઉર્ફીએ ફેક વીડિયો બનાવીને પોલીસની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો
ઉર્ફી જાવેદે એક ફ્રેશન બ્રાન્ડને પ્રમોટ કરવા માટે વીડિયો બનાવ્યો હતો

ઉર્ફી જાવેદ પોતાની ફેશન સ્ટાઈલ અને અજીબોગરીબ કપડાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે ઉર્ફીએ ચર્ચામાં રહેવા એવુ કારનામું કરી દીધુ કે તેની મુશ્કેલીઓ ખરેખર વધી ગઈ. મુંબઈ પોલીસે તેની સામે એફઆઈઆર નોંધી કાર્યવાહી કરી છે.

3 નવેમ્બરને શુક્રવારે ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેમાં બે મહિલા પોલીસ ઉર્ફીને એક જગ્યાએ બહાર બોલાવે છે અને ટૂંકા વસ્ત્રો પહેરવાને લઈને અરેસ્ટ કરીને લઈ જાય છે.

ઉર્ફી જાવેદનો આ અરેસ્ટનો આ વીડિયો ફેક હતો, જેને તેણે એક ફ્રેશન બ્રાન્ડને પ્રમોટ કરવા માટે બનાવ્યો હતો. ફેક અરેસ્ટ વીડિયો વાયરલ થયા બાદ મુંબઈ મુંબઈ પોલીસે મરાઠી ભાષામાં ટ્વીટ કરીને ઓશિવરા પોલીસ મથકે એફઆરઆઈ થઈ હોવાની વિગતો જાહેર કરી હતી.

મુંબઈ પોલીસે ગઈ સાંજે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફેક અરેસ્ટ વીડિયોને લઈને પોસ્ટ કરી છે. ઉર્ફીના વીડિયોનો એક બ્લર સ્ક્રીનશોટ લઈને મુંબઈ પોલીસે કેપ્શનની સાથે પોસ્ટમાં લખ્યુ- સસ્તા પ્રચાર માટે કોઈ દેશના કાયદાનું ઉલ્લંઘન કરી શકે નહીં! અશ્લીલતાના મામલે મુંબઈ પોલીસનો કથિત રીતે મહિલાને અરેસ્ટ કરવાનો વાયરલ વીડિયો સાચો નથી.

મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યુ- સિમ્બોલ અને વર્દીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ભ્રામક વીડિયોમાં સામેલ ઉર્ફી જાવેદ સહીત અન્ય 4 લોકો વિરુદ્ધ પોલીસે કલમ 171, 419, 500, 34 આઈપીસી હેઠળ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે ઈન્સ્ટાગ્રામ ઉપર પણ એક પોસ્ટ મુકીને ઉર્ફી જાવેદના વીડિયો અંગે સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવાયું છે કે પોલીસના ડ્રેસનો દુરપયોગ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિની અટકાયત કરવા સાથે વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલ વાહન જપ્ત કરવામં આવ્યું છે.