વિવાદિત નિવેદન બાદ નૌતમ સ્વામીને પદથી હટાવીને ટેમ્પરરી મોહનદાસજીને સંત સમિતિના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની જવાદારી સોંપી હતી
અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષ મહંત દિલીપ દાસજી મહારાજની નિમણૂંક લઈને ચાલી રહેલી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તેવી શકયતા અટકળોનો આજે અંત આવ્યો છે. સાળંગપુરમાં વિવાદિત ભીંત ચિત્રો મામલે નિવેદન આપનારા નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ પદેથી હટાવી દેવાયામાં આવ્યા હતા. જે બાદ આજે આ ખાલી પડેલા પદ માટે નવી નિમણૂંક માટે અખિલ ભારતીય સંત સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદ જગન્નાથજી મંદિરના મહંત દિલિપદાસજીને ને અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
સંત સમિતિના નવા પ્રમુખ દિલિપદાસજી
તે પહેલા ટેમ્પરરી મોહનદાસજી મહારાજને આ જવાબદારી સોંપવામાં આવી હતી. કારણકે અખિલ ભારતીય સંત સમિતિનું પદ ખાલી રહી શકે નહીં. એટલે પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે મોહનદાસજી મહારાજને આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે આજે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્ય આજે મળેલી બેઠકમાં મોહનદાસજી મહારાજ, અખિલેશ્વર દાસજી, આનંદ રાજેદ્રગિરી, ચૈતન્ય શંભુ મહારાજ, રાજચંદ્રદાસજી અને રામમનોહર દાસજી, સુનિલદાસજી, દામોદરદાસજી સહિતના સંતો હાજર રહ્યા હતા અને બેઠકમાં દિલિપદાસજીને ગુજરાતના પ્રમુખ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્ય જણાવ્યું કે, આજની બેઠકમાં ખાસ અખિલ ભારતીય સંત સમિતિમાં પ્રાંતિય અધ્યક્ષ પદ ખાલી પડ્યું હતું તેની નિયુક્તિ માટેની બેઠક હતી અને બીજા જે કંઈ પદોની નિમણૂંકો બાકી હતી તે નિમણૂંકો કરી અને અખિલ ભારતીય સંત સમિતિનું કાર્ય તમામ સંપ્રદાયની અંદર સમરસતા અને સમદ્ભાવના ઉભી થાય તે દ્રષ્ટિથી સંત સમિતિ કામ કરી રહી છે. સનાતન પરંપરા તેની માન્યતા તેના મુળભૂત સિદ્ધાંતોની રક્ષા કરવી દરેક સંપ્રદાય અને સંતોનું કર્તવ્ય છે.
દિલિપદાસજી મહારાજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે બધા સંતોએ બેસી વિચારીને અમારા તરફથી સમાધાન માટેના વાર્તાલાપના સમાચાર મોકલીશું. આ લાંબુ ખેંચવું બહુ સારું નહી. જલ્દી ઉકેલ આવે તેવો પ્રયત્ન કરીશું.