ભારતીય બોલર્સ સામે શ્રીલંકન ટીમ ઘૂંટણીયે, શ્રીલંકાને 302 રને હરાવ્યું, ભારત પહોંચ્યું વર્લ્ડકપની સેમિફાઈનલમાં

india-win

ભારતનો શ્રીલંકા સામે 302 રને ભવ્ય વિજય, બુમરાહ-સિરાજ-શમીનો તરખાટ

આજે ભારતની ટીમે શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવી વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. વર્લ્ડ કપમાં ભારતની આ સૌથી મોટી જીત છે, આ પહેલા ટીમે 2007માં બરમુડાને 257 રનથી હરાવ્યું હતું.

વર્લ્ડ કપની આજની મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા. વર્લ્ડકપ 2023ની 33મી મેચમાં શુભમન ગીલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યરની વિસ્ફોટક બેટીંગના કારણે ભારતે શ્રીલંકાને જીતવા 358 રનને ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શુભમન ગિલે સૌથી વધુ 92 રનની(92 બોલ, 11 ફોર, 2 સિક્સ) ઈનિંગ રમી હતી તો વિરાટ કોહલીએ 88 રન(94 બોલ, 11 ફોર) અને શ્રેયસ અય્યરે 82 રન(56 બોલ, 3 ફોર, 6 સિક્સ), રવિન્દ્ર જાડેજાએ 35 રન(24 બોલ, 1 ફોર, 1 સિક્સ) બનાવ્યા હતા. તો શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ 5 વિકેટ અને દુષ્મંથા ચમીરાએ 1 વિકેટ લીધી હતી.

જવાબમાં શ્રીલંકાની ટીમનાં ખેલાડીઓએ આજે રન બનાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતીય બોલર્સે આજે તરખાટ મચાવી દીધો હતો. ભારતીય ટીમ સામે જાણે કે શ્રીલંકન ટીમે સરંડર કરી લીધુ હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં 55 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલર્સ મોહમ્મદ શમીએ 5, મોહમ્મદ સિરાજે 3 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને બેટિંગ કરવા આવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં પ્રથમ વખત 350+ રન બનાવ્યા હતા. કોહલી અને ગિલની જોડીએ ભારતીય દાવને આગળ ધપાવ્યો હતો. કોહલીએ તેની 70મી ફિફ્ટી પૂરી કરી અને ગિલે તેની ODI કરિયરની 11મી ફિફ્ટી પૂરી કરી. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 179 બોલમાં 189 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી 30મી ઓવરના છેલ્લા બોલ પર દિલશાન મદુશંકાએ સ્લોઉર બાઉન્સર પર વિકેટકીપર કુસલ મેન્ડિસના હાથે કેચ કરાવીને તોડી હતી.

આજની મેચમાં 5 વિકેટ ઝડપીને મોહમ્મદ શમીએ વર્લ્ડકપમાં સૌથી વધુ(45) વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા ઝહીર ખાન(44) અને શ્રીનાથ (44) વિકેટ સાથે પ્રથમ ક્રમે હતા જે હવે. જસપ્રિત બુમરાહ (33) વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.

વર્લ્ડ કપની 6 મેચમાંથી તમામ જીતીને 12 પોઈન્ટ સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. ટોચની 4 ટીમો સેમી ફાઈનલમાં પહોંચશે. જેમાં હાલ દક્ષિણ આફ્રીકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ટની ટીમો ટોપ પર છે. પાકિસ્તાન પાંચમાં નંબરે અને અફઘાનીસ્તાન 6ઠ્ઠા નંબરે છે.

શ્રીલંકાની ઈનિંગ

  • શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં 55 રને ઓલઆઉટ
  • શ્રીલંકાની 9મી વિકેટ પડી : 18મી ઓવરના છેલ્લા બોલે શમીએ ફૂલર લેન્થ પર બોલ નાખ્યો, જેને મહિશ થિક્સાના ડ્રાઇવ મારવા ગયો, પણ એડ્જ વાગતા સેકન્ડ સ્લિપ ઊભેલા ગિલે કેચ કર્યો હતો.
  • શ્રીલંકાની 8મી વિકેટ પડી : મોહમ્મદ શામીએ એન્જેલો મેથ્યુઝને 12 રને કર્યો બોલ્ડ
  • શ્રીલંકાની 7મી વિકેટ પડી : મોહમ્મદ શામીએ દુષ્મન્થા ચમીરાને 0 રને કર્યો આઉટ, વિકેટ કિપર કે.એલ.રાહુલે કર્યો કેચ
  • શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ પડી : મોહમ્મદ શામીએ દુશન હેમંથાને 0 રને કર્યો આઉટ, વિકેટ કિપર કે.એલ.રાહુલે કર્યો કેચ
  • શ્રીલંકાની પાંચમી વિકેટ પડી : મોહમ્મદ શામીએ ચારિથ અસલંકાને 1 રને કર્યો આઉટ, રવિન્દ્ર જાડેજાએ પકડ્યો કેચ
  • શ્રીલંકાની ચોથી વિકેટ : સિરાજને મળી ત્રીજી સફળતા, કુશલ મેન્ડિસ આઉટ.
  • શ્રીલંકાની ત્રીજી વિકેટ : સિરાજને એક જ ઓવરમાં મળી બીજી સફળતા, સાદિરાને કર્યો આઉટ.
  • શ્રીલંકાની બીજી વિકેટ : સિરાજે શ્રીલંકાને આપ્યો બીજો ઝટકો, નિશંક બાદ કરુણારત્ન આઉટ
  • શ્રીલંકાની પહેલી વિકેટ : જસપ્રીત બુમરાહે ઇનિંગના પહેલા જ બોલ પર નિશંકાને આઉટ કર્યો

ભારતની ઈનિંગ

  • ભારતનાં 50 ઓવરમાં 357/8, શ્રીલંકાને જીતવા આપ્યો 358 રનનો ટાર્ગેટ
  • ભારતની 8મી વિકેટ પડી : ઈનિંગના છેલ્લા બોલે રવિન્દ્ર જાડેજા 35 રને રનઆઉટ
  • ભારતની 7મી વિકેટ પડી : મોહમ્મદ શમી 2 રને રનઆઉટ
  • દિલશાન મધુશંકાની ધમાકેદાર બોલિંગ, 5 વિકેટ ઝડપી
  • ભારતની છઠ્ઠી વિકેટ પડી : વિરાટ કોહલીની જેમ શ્રેયસ ઐય્યર પણ સદી ચુક્યો, ઐય્યરે 56 બોલમાં 3 ફોર અને 6 સિક્સ સાથે ફટકાર્યા 82 રન, મધુશંકાની ઓવરમાં તિક્ષાનાએ કર્યો કેચ
  • સ્કોર 45 ઓવરમાં 304/5
  • શ્રેયસ ઐય્યરના 50 રન પુરા : ઐય્યરે 36 બોલમાં ફટકારી ફિફ્ટી
  • ભારતની પાંચમી વિકેટ પડી, સૂર્યકુમાર યાદવ માત્ર 12 રન બનાવી આઉટ, દિલશાન મધુશંકાની બોલિંગમાં વિકેટકીપર મેન્ડીસે કર્યો કેચ
  • ભારતની ચોથી વિકેટ પડી, કે. એલ. રાહુલે 19 બોલમાં 2 ચોગ્ગા સાથે 21 રન કર્યા, ચમીરાએ ઝડપી વિકેટ, હેમંથાએ કર્યો કેચ
  • ભારતના 250 રન પૂરા, શ્રેયસ અય્યર અને કે.એલ. રાહુલ વચ્ચે 50થી વધુ રનની પાર્ટનરશિપ
  • સ્કોર 35 ઓવરમાં 225/3, શ્રેયસ અને રાહુલ ક્રિઝ પર
  • ભારતના 200 રન પૂરા, શુભમન ગિલ અને વિરાટ કોહલી સદી ચૂક્યા, શ્રીલંકાના મદૂશંકાએ ત્રણ વિકેટ ઝડપી
  • ભારતની ત્રીજી વિકેટ પડી, વિરાટ કોહલી 94 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 88 રન બનાવી આઉટ, મદુશંકાની ત્રીજી વિકેટ, નિસાંકાએ કર્યો કેચ
  • સ્કોર 30 ઓવરમાં 193/2, ગિલ સદી ચૂક્યો, શુભમન ગિલે 92 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 92 રન કર્યા, મદુશંકાએ બીજી વિકેટ ઝડપી, મેન્ડિસે કર્યો કેચ
  • સ્કોર 25 ઓવરમાં 151/1, કોહલી 73 અને ગિલ 65 રને ક્રિઝ પર
  • સ્કોર 20 ઓવરમાં 120/1, ગિલ અને વિરાટ ક્રિઝ પર
  • ગિલની વધુ એક શાનદાર ઈનિંગ, વિરાટ કોહલી બાદ શુભમન ગિલે પણ ફિફ્ટી ફટકારી
  • ગિલ-કોહલીની શાનદાર ઈનિંગ, બંને વચ્ચે 100+ની પાર્ટનરશિપ થઈ
  • કોહિલની વનડેમાં 70મી ફિફ્ટી, ભારતના 100 રન પૂરા
  • સ્કોર 15 ઓવરમાં 88/1, ભારત 100 રનની નજીક જ્યારે કોહલી ફિફ્ટીની નજીક
  • વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, વનડેમાં આઠમી વખત કેલેન્ડર યરમાં 1000 રન પૂરા કર્યા, આ સાથે તેણે એશિયામાં સૌથી ઝડપી 8 હજાર રન પણ પૂરા કર્યા
  • સ્કોર 10 ઓવરમાં 60/1, શુભમન ગિલ અને વિરાટ કોહલી વચ્ચે 50+ની પાર્ટનરશિપ
  • ભારતના 50 રન પુરા, રોહિતના આઉટ થયા બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ઈનિંગને સંભાળી
  • સ્કોર 5 ઓવરમાં 25/1, શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર
  • ભારતની પહેલી વિકેટ પડી – રોહિત શર્મા પહેલી ઓવરના બીજા બોલ પર 4 રન બનાવી આઉટ, દિલશાન મદુશંકાએ લીધી વિકેટ

    વાનખેડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. તેણે અહીં 11 મેચમાં 455 રન બનાવ્યા છે. અહીં સૌથી વધુ વિકેટ વેંકટેશ પ્રસાદે લીધી છે. તેણે 6 મેચમાં 15 વિકેટ લીધી છે. અહીં બેટ્સમેન હેનરિક ક્લાસેન સૌથી વધુ સિક્સ ફટકારનારો બેટ્સમેન છે. તેણે માત્ર બે મેચમાં 12 સિક્સ ફટકારી છે. ક્લાસને આ વર્લ્ડકપની બે મેચમાં આ તમામ સિક્સ ફટકારી છે.