ટાટા બનશે આઇફોન બનાવનાર પ્રથમ ભારતીય કંપની
ટાટા ગ્રુપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) સાથે વિસ્ટ્રોનની રૂ. 1,000 કરોડની ડીલ ફાઇનલ
ટાટા ગ્રુપે ભારતમાં iPhone એસેમ્બલ કરનાર વિસ્ટ્રોન પ્લાન્ટ હસ્તગત કર્યો છે. ટાટા ગ્રુપ ભારતમાં આઈફોનનું મેન્યુફેક્ચરિંગ કરશે. આવતા અઢી વર્ષમાં ટાટા ગ્રુપ તેનુ પ્રોડક્શન શરુ કરશે અને વિશ્વના બજારમાં તે વેચાશે. તાઈવાનની વિસ્ટ્રોન કોર્પોરેશન ફેક્ટરીના અધિગ્રહણ બાદ આ ડીલ ફાઈનલ થઈ હતી. વિસ્ટ્રોનએ 125 બિલિયન ડોલરના સોદામાં ટાટા ગ્રુપને તેનું ભારત એકમ વેચ્યું છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે (27 ઓક્ટોબર) કહ્યું કે, આ પ્રોજેક્ટ અઢી વર્ષમાં પૂરો થઈ જશે, અને સરકાર ટાટા ગ્રૂપ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓને વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરવાના તેમના પ્રયાસોમાં ટેકો આપશે. રાજીવ ચંદ્રશેખરે એક પોસ્ટમાં જણાવ્યું હતું ભારતને વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ પાવર બનાવવાનો આ PM મોદીનો ઉદ્દેશ્ય છે.
ટાટા ગ્રુપ ભારતમાં આઈફોન બનાવશે. એપલ સપ્લાયર વિસ્ટ્રોનની ફેક્ટરી હસ્તગત કરવાની ડીલ શુક્રવારે ફાઇનલ કરવામાં આવી હતી. વિસ્ટ્રોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે આ વેચાણને મંજૂરી આપી હતી. આ મંજૂરી બાદ માહિતી અને ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે આઇફોનનું ઉત્પાદન અઢી વર્ષમાં શરૂ થઈ જશે. ટાટાના ટેકઓવર પછી ભારતને એપલ ઉત્પાદનો માટે તેની પ્રથમ સ્થાનિક ઉત્પાદન લાઇન મળશે. ટાટા ગ્રુપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) સાથે વિસ્ટ્રોન ઈન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડને 125 મિલિયન ડોલર (આશરે રૂ. 1000 કરોડ)માં વેચવા માટે એક સોદો કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સ્માર્ટફોન ઉત્પાદનના હબ તરીકે ઉભરી આવ્યું છે. ગૂગલ હોય કે એપલ, શાઓમી હોય કે સેમસંગ – મોટાભાગની મોટી સ્માર્ટફોન કંપનીઓ દેશમાં મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપી રહી છે. એપલ આઈફોન પ્રોડક્શનની વાત કરીએ તો, દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોનનું વેચાણ થઈ રહ્યું છે. હવે ટાટા ગ્રુપ દેશમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે iPhonesનું ઉત્પાદન શરૂ કરવા માટે તૈયાર છે.
ગયા વર્ષે કેલિફોર્નિયા સ્થિત કંપની એપલે ચીન અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે તેના વૈશ્વિક ઉત્પાદનનો લગભગ 25% ભારતમાં શિફ્ટ કરવાની યોજના જાહેર કરી હતી. એપલ પ્રોડક્ટ્સ એસેમ્બલ કરતી ત્રણ તાઈવાની કંપનીઓમાંથી માત્ર વિસ્ટ્રોન જ ભારત છોડી રહી છે. જ્યારે ફોક્સકોન અને પેગાટ્રોને ભારતમાં તેમની ઉત્પાદન લાઇન વધારી છે.
તાજેતરના વર્ષોમાં, ટાટા ગ્રુપે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ઈ-કોમર્સ ક્ષેત્રે પ્રવેશવાની યાત્રા શરૂ કરી છે. હાલમાં તમિલનાડુ રાજ્યમાં તેની ફેક્ટરીમાં iPhone ચેસિસનું ઉત્પાદન કરે છે, જે ઉપકરણની મેટલ બોડી બનાવે છે.