દશેરા પર્વ પર પ્રથમ વખત કોઈ મહિલા (બોલીવુડની અભિનેત્રી) રાવણ દહન કરશે
અભિનેત્રી કંગના રનૌતે અજીત ડોભાલ સાથેની મુલાકાતના ફોટો શેર કર્યા
દેશભરમાં આજે દશેરાના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌત પણ લવ કુશ રામલીલામાં રાવણ દહન કરતી જોવા મળશે. આ પ્રથમ વખત જોવા મળશે કે કોઈ બોલીવુડની અભિનેત્રી રાવણ દહન કરશે. આવું કરનાર તે 50 વર્ષમાં પ્રથમ મહિલા બનશે. કંગના અને તેના ચાહકો માટે આ મોટી વાત છે.
કંગના રનૌત “તેજસ”ના પ્રમોશન માટે મુંબઈથી દિલ્લી પહોંચી, જ્યાં તે લવ કુશ રામલીલામાં રાવણ દહન કરવાની છે. કંગના રનૌતની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે થઈ. આ મુલાકાત સમયની તસવીર કંગના રનૌતે શેર કરી છે. અજીત ડોભાલ સાથે ફોટો શેર કરતા કંગના રનૌતે કેપ્શનમાં લખ્યું કે, શું કમાલની કિસ્મત છે, આજે સવારે ફ્લાઈટમાં મને ઓલ ટાઈમ ગ્રેટ અજીત ડોભાલની સાથે બેસવાની તક મળી. “તેજસ”ના પ્રમોશન દરમિયાન તેમને મળવાનો મોકો મળ્યો,જે દરેક સૈનિક માટે એક પ્રેરણા છે, હું જેને એક સારુ શુકન માનુ છું, જય હિન્દ .
“તેજસ”માં કંગના રનૌત લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ આરએેસવીપીએ કર્યું છે. “તેજસ” સર્વેશ મેવાડાએ લખી છે અને સાથે તેનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મને પ્રોડ્યુસ બોલિવૂડના ખ્યાતનામ પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાએ કરી છે. ફિલ્મ 27 ઓક્ટોબર,2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. તેજસમાં કંગના રનૌત એક મહિલા પાયલટ તેજસ ગિલની ભૂમિકામાં જોવા મળશે, જે વાયુ સેનાની હિંમતની વાર્તાને મોટા પરદે રજૂ કરશે.