CWC-23:  વિશ્વ કપમાં ઉલટફેર અફઘાનિસ્તાને પ્રથમ વખત વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાનને હરાવ્યો

Afghanistan hardly

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ત્રીજી જીત છે, અફઘાનિસ્તાને ચેન્નાઇના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવી હતી

અફઘાનિસ્તાન ટીમે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં બે દિગ્ગજ ટીમને હરાવીને દસકોઓથી સંધર્ષ કરી રહેલા અફઘાની નાગરીકોને ખૂશ રહેવા માટેની તક આપી છે. જો કે પાકિસ્તાન પહેલા એક મેચ ઈગ્લેન્ડને હરાવી હતી. બીજી મેચ સોમવારે અફઘાનિસ્તાને કર્યો એક મોટો ઉલટફેર હશ્મતુલ્લાહ શહિદીના શેરોએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મજબૂત સ્કોરને ચેસ કરીને આશાન સાબીત કરતા પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવીને. પોતાના નામે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં બીજો મોટો ઉલટફેર કર્યો અને અફઘાનિસ્તાને પ્રથમ વખત વનડે ક્રિકેટમાં પાકિસ્તાન ટીમને હરાવી છે.

ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે થયેલ પાકિસ્તાન સામેની મેચમાં અફઘાનિસ્તાનનો ખેલાડી ઇબ્રાહિમ જાદરને પ્લેયર ઓફ ધ મેચનો જાહેર કરવામાં આવ્યો હતો. 87 રનની જોરદાર ઇન્ગિસ રમી હતી. ઇબ્રાહિમ જાદર પ્લેયર ઓફ ધ મેચ લેવા ગયા ત્યારે તેમણે કહ્યુ કે આ ટ્રોફી અફઘાન નાગરિકો માટે છે. જેમને પાકિસ્તાનથી જોરાવડીથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઇબ્રાહિમ વધુ જણવ્યું કે આભાર, હું આ મેચમાં સારી રીતે રમ્યો. હું સકારાત્મક વલણ સાથે રમવા માંગતો હતો. ઘણી વખત મેં અને ગુર્બાઝે સારી ભાગીદારી કરી છે. અમે સાથે મળીને ઘણી ક્રિકેટ રમ્યા છે. અંડર -16 ના દિવસોથી. હું મારા અને મારા દેશ માટે ખૂબ જ ખુશ છું. હું આ 17 લાખ અફઘાન શરણાર્થીઓને સમર્પિત કરું છું જેમને પાકિસ્તાનમાંથી બળજબરીથી ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

અફઘાનિસ્તાને પહેલા પાકિસ્તાન સામે 7 વનડે ક્રિકેટ મેચ રમ્યા હતા,  દરેક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો આ વર્લ્ડ કપમાં 8મી મેચ પાકિસ્તાનને હરાવામાં કામયાબી મળી હતી. આ વર્લ્ડ કપમાં, અફઘાનિસ્તાનએ પાકિસ્તાન પહેલા ઇંગ્લેન્ડને હરાવી હતી. અગાઉ, અફઘાનિસ્તાને 2015 માં સ્કોટલેન્ડને હરાવી હતી.

વર્લ્ડ કપમાં આ અફઘાનિસ્તાનની ત્રીજી જીત છે. પાકિસ્તાનને પરાજિત કર્યા પછી, અફઘાનિસ્તાન આ વર્લ્ડ કપ ટેબલ પોઈન્ટમાં 6 નંબર પર આવી ગયો છે અને છેલ્લા નંબર પર ગયા વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ 10માં સ્થાને છે. પાકિસ્તાનને હરાવવા પહેલાં અફઘાનિસ્તાન 10માં સ્થાને હતો. પાકિસ્તાન સામે વિજય પછી, અફઘાનિસ્તાનમાં ખુશીની લહેર આવી છે.