સ્ટાર્ક બોલ નાખે એ પહેલાં જ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર પરેરા ક્રિઝની બહાર નીકળ્યો હતો
મિચેલ સ્ટાર્કે પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટથી બધાનું દિલ જીતી લીધું
વર્લ્ડ કપ 2023ની 14મી મેચમાં લખનઉ ખાતે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટથી બધાનું દિલ જીતી લીધું હતું.
ઇનિંગ્સની પહેલી જ ઓવરના ચોથા બોલ પહેલાં સ્ટાર્ક પોતાની રનઅપ પર સ્ટમ્પ પાસે આવીને અટકી ગયો હતો અને તેણે ડિલિવરી કરી નહોતી. તેનું કારણ એ હતું કે, સ્ટાર્ક બોલ નાખે એ પહેલાં જ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર કુશલ પરેરા ક્રિઝની બહાર નીકળી ગયો હતો. તે સમયે સ્ટાર્કે પરેરાને વોર્નિગ આપી હતી. જો કે, પરેરાએ એવુ રિએક્ટ કર્યું કે જાણે તેને કોઈ ફેર જ ન પડતો હોયઅને ઈન્ડાયરેક્ટ્લી કહ્યું કે – આઉટ કરવો હોય તો કરી શકે છે. જો કે, સ્ટાર્કે માત્ર તેને લુક આપ્યો અને પોતાના બોલિંગ માર્ક પર પરત ફર્યો. ત્યારબાદ એક વાર ફરી પાંચમી ઓવરના છઠ્ઠા બોલે ફરી એકવાર સ્ટાર્કે બોલ નાખી રહ્યો હતો ત્યારે સ્ટમ્પ પાસે આવીને બોલ નાખતા અટકી ગયો હતો. આ વખતે પણ પરેરા ક્રિઝની બહાર હતો. તે છતા તેણે આઉટ કર્યો ન હતો. પરંતુ આ વખતે સ્ટાર્કે કહ્યું કે, પરેરા જલ્દી પોતાની ક્રિઝ છોડી રહ્યો છે તેથી તેનુ ધ્યાન ભંગ થઈ રહ્યું છે. આમ મિચેલ સ્ટાર્કે પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટથી બધાનું દિલ જીતી લીધું હતું.