હાઈ વોલ્ટેજ ડ્રામા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી મેચનો, દેશ-દુનિયાના દર્શકો આવ્યા
સવારથી ITC નર્મદા હોટલ પાસે દર્શકો ટીમ ઈન્ડિયાને ચીયર અપ કરવા પોંહચ્યા
ITC નર્મદા હોટલથી ક્રિકેટ ટીમ સ્ટેડિયમ તરફ રવાના
વર્લ્ડકપ 2023 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે બપોરે 2 વાગે હાઈ વોલ્ટેજ ડ્રામા, ભારતીય ટીમ સાત વર્ષ બાદ ઘરઆંગણે પાકિસ્તાન સામે રમશે અને 18 વર્ષ બાદ બંને દેશો અમદાવાદમાં વનડે મેચ રમશે. આ પહેલા સ્ટેડિયમમાં ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે આ કર્યક્રમમાં ઉપસ્થિત બોલીવૂડ એક્ટર્સ અને સ્ટારકાસ્ટ, સિંગર્સ પરફોર્મન્સ આપવાના છે. 12:30 ઓપનિંગ સેરેમ રંગારંગનું કાર્યક્રમ શરૂ થવાનું છે. જેમાં અમિતાભ બચ્ચન, અરજીત સિંહ, શંકર મહાદેવ, શ્રદ્ધા કપૂર, સુનિધિ ચૌહાણ અને સુખવિંદર સિંહ પરફોર્મન્સ આપવાના છે. એક ઈનિંગ પત્યાબાદ સાંજના શોમાં 6 વાગે નેહા ક્કર અને દર્શન રાવલ પરફોર્મન્સ કરશે.
સ્ટેડિયમ પર રમાનારી મેચને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓએ સાથે સટ્ટો રમતા સટ્ટોડિયા અને બુકીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સટ્ટાબજારમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભારતની ટીમ હોટ ફેવરીટ છે. સટ્ટાનો આંક પાંચ હજાર કરોડને પાર થવાની શક્યતા, ભારત પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર પણ સૌ કોઇની નજર છે
દેશ-દુનિયાના દર્શકો પહોંચ્યા અમદાવાદ
હાઈ વોલ્ટેજ ડ્રામા ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે બપોરે 2 વાગે અને જોવા માટે દેશ-દુનિયાના દર્શક પ્રેમીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. અમદાવાદમાં નવરાત્રી પહેલા દિવાળીનો તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમની બહાર તિરંગા સાથે જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકોએ ચેહરા પર તિરંગા બનાવ્યા છે.
દર્શકોને ડિયમમાં પ્રવેશ શરૂ
દેશ- વિદેશથી આવેલા દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. 4 આજી-ડીઆઈજી, 21 ડિસીપી, 47 એસીપી બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત 131 PI, 369 PSI સહિત 7 હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે. સ્ટેડિયમમાં 2 હજાર જેટલા CCTVથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત 1 હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. સ્ટેડિયમ ખાતે BDDS વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલા પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મેચ જોવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, લિજેન્ડરી ક્રિકટેર સચિન તેંડુલકર, સાઉથ સુપર સ્ટાર રજનીકાંત સહિત ઘણી હસ્તીઓ સ્ટેડિયમમાં હાજર રહેશે. આ ઉપરાંત અરિજિત સિંહ, શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ મેચ અગાઉ પરફોર્મ કરશે.
અમદાવાદમાં વર્ષો બાદ ભારત- પાકિસ્તાન મેચ રમશે
આજે ભારતીય ટીમ વર્ષો બાદ અમદાવાદમાં પાકિસ્તાન સામે વનડે મેચ રમશે. આ પહેલા 2005માં બંને ટીમો અહીં છેલ્લી વખત રમી હતી ત્યારે પાકિસ્તાને તે મેચ ત્રણ વિકેટથી જીતી હતી. આજે ભારતીય ટીમ તે હારનો બદલો લેવા માંગશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશાથી ક્રિકેટપ્રેમીઓ માટે રોમાંચક રહ્યો છે. તેમાં પણ વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો રેકોર્ડ અજેય રહ્યો છે. ભારત અને પાકિસતાન વચ્ચે અત્યાર સુધીમાં વન-ડે વર્લ્ડ કપમાં કુલ સાત મેચ રમાઈ છે અને આ તમામ મેચમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો છે. તેથી ભારતીય ટીમ અને ક્રિકેટ પ્રેમીઓ પણ આ પરંપરા યથાવત રહે તેવું ઈચ્છી રહ્યા છે. બંને ટીમ હાલમાં ફોર્મમાં છે અને બેટિંગની વાત કરવામાં આવે તો પાકિસ્તાન સામે ભારતનું પલડું થોડું ભારે છે.