ગઈકાલે અમદાવાદ આગમન બાદ પાકિસ્તાની ટીમે ગુજરાતી ભોજન કરી માંગ
14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ રમાવાની છે. ગઈકાલ બુધવારે ટીમ પાકિસ્તાન અમદાવાદમાં આવી પહોંચી હતી. પાકિસ્તાનની ટીમનું સ્વાગત અમદાવાદમાં ગરબા અને ઢોલના તાલે વડે તેમજ ખાદીની શાલ ઓઢાડીને અને પુષ્પવર્ષા કરીને કરવામાં આવ્યું હતું. અમદાવાદ આગમન પહેલા ટીમ પાકિસ્તાનને ગુજરાતી ભોજનની કરી હતી માંગ અને ગુજરાતી ડિસનું સ્વાદ ચખાડવામાં આવશે.
આશ્રમ રોડ પર આવેલી હોટેલ હ્યાતમાં પાકિસ્તાનની ટીમ રોકાવામાં આવી છે. અમદાવાદ આગમન પહેલા ટીમ પાકિસ્તાન અને મેનેજમેન્ટ તરફથી ગુજરાતી ભોજન ખાવાવી ફરમાઈશ કરવામાં આવી હતી. પણ ક્રિકેટને ધ્યાનમાં રાખીને ક્રિકેટરો સ્ટ્રીક્ટ ડાયટ પર હોય છે જેથી તેમની તંદુરસ્તી જળવાઈ રહે. જોકે, ગુજરાતમાં આવેલા પાકિસ્તાની ક્રિકેટરો સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનની વાનગીઓનો સ્વાદ પણ ખાવા માંગે છે. હોટલે પણ ખાસ મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે. જે પાકિસ્તાની ક્રિકેટરોની ગુજરાતી ભોજન ખાવાની ઈચ્છા પૂરી કરશે અને તેમને અલગ પ્રકારના ભોજનની વિવિધતા પણ મળી રહેશે. પાકિસ્તાનની ટીમને ગુજરાતી વિવિધ પ્રકારના ફરસાણથી માંડીને પીણાં અને ગુજરાતી થાળી તેમજ મીઠાઈઓ પીરસવામાં આવશે. “અતિથિ દેવો ભવઃ અમારો ધ્યેય મંત્ર છે એવામાં અમે હ્યાતની વૈશ્વિક ગુણવત્તા જાળવી રાખતાં સ્થાનિક સત્વને પણ જીવંત રાખવાનો પ્રયાસ કરીશું. સ્થાનિક અખબાર અમદાવાદ મિરરને જણાવ્યું.
અમદાવાદ પહોંચી ટીમ પાકિસ્તાન ત્યારે હોટલ હ્યાતમાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું અને ખાદીની શાલ ઓઢાડી,ફુગ્ગા તેમજ પુષ્પવર્ષા કરીને ગરબા અને ઢોલના તાલે પાકિસ્તાની ખેલાડીઓનું આવકારવામાં આવ્ય હતા. પુનિત બૈજલના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ટીમ હોટેલમાંથી વિદાય લેશે ત્યારે ગાંધીજી સંબંધિત કેટલીક સોગાદો તેમને આપવામાં આવશે.
જમવાની યાદી નાસ્તામાં ખાખરા, ફાફડા, સૂકી ગવાર ફળી, ચકરી, ફરસાણ અને ચાટમાં સુરતી પ્યાઝ-મેથીના ગોટા, સમોસા ચાટ, ખાંડવી. તેમજ ઠંડા પીણામાં બરફના વિવિધ પ્રકારના ગોળા, આઈસક્રીમ અને તેની સાથે ફ્લેવરફુલ સીરપ.
મીઠાઈની વાત કરીએ તો, હલવો, મગસ બર્ફી, પેંડા, દૂધ-પૌંઆ અને વિવિધ પ્રકારની કુલ્ફી તેમજ આઈસક્રીમ પીરસાશે.
મુખ્ય પ્રકારનું ભોજનમાં ગુજરાતી શાક ભાખરી, મેથીના થેપલા, પુરી, ફુલકા રોટી, બાજરીના રોટલા તેમજ. નાતની દાળ, કઢી, ગ્રેવીવાળી ગુજરાતી સબ્જી તેમજ ખીચડી પણ આપવામાં આવશે.
શનિવાર 14 ઓક્ટોબરના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઈ વોલ્ટેજ ખરાખરીનો જંગ થશે. ક્રિકેટ ચાહકો હંમેશાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટક્કરની રાહ જોતા હોય છે. 14 ઓક્ટોબર શનિવાર મેચ પહેલા અમદાવાદમાં સુરક્ષા પ્રશાસન સજ્જ બન્યુ છે. અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવી છે. એક દિવસ પહેલા જ પાકિસ્તાનની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. પાકિસ્તાનની ટીમ ઘણાં વર્ષો બાદ ગુજરાતમાં પધારી છે. ચટાકેદાર સ્વાદિષ્ટ ભોજન માટે ગુજરાતમાં આવીને પાક-ક્રિકેટરોએ પણ ગુજરાતી ભોજન જમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.