ઇઝરાયેલે હવે સીરિયા પર કર્યો હુમલો, બે એરપોર્ટ પર છોડ્યા રોકેટ

damascus

સીરિયન આર્મીએ આ બંને હુમલાની જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી

ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન યુદ્ધને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હમાસના આતંકી સંગઠન સામે લડી રહેલા ઇઝરાયેલે હવે પાડોશી દેશ સીરિયા પર પણ હુમલો કરી દીધો છે ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસ અને અલેપ્પોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ હુમલા શરૂ કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ એરપોર્ટના રનવે પર કથિત રીતે રોકેટ છોડવામાં આવ્યા. એવી સંભાવનાઓ છે કે, હુમલાઓમાં ઈરાનથી આવતા હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર, સીરિયન આર્મીએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. એવું પણ સામે આવી રહ્યું છે કે, અલેપ્પો એરપોર્ટ પર ઈઝરાયેલના હુમલામાં નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. સીરિયાના મીડિયા અહેવાલ અનુસાર, સૈન્ય સૂત્રોના આધારે આ હુમલો આજે ઇઝરાયેલની સેના દ્વારા અલેપ્પો અને દમાસ્કસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટ છોડી કરવામાં આવ્યો હતો. સીરિયાની સરકારી ટીવી ચેનલે સૈન્ય સૂત્રોના અહેવાલથી જણાવ્યું કે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ ઇઝરાયેલી સેનાએ અલેપ્પો અને દમિશ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકેટ છોડ્યા છે. જેનાથી એરપોર્ટને નુકસાન થયું છે. આ હુમલો ગાઝામાં ઈઝરાયેલના ગુનાઓ પરથી દુનિયાનું ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. ઉપરાંત ઈરાન દ્વારા ગાઝાને મોકલવામાં આવતા હથિયારોને લઈ જાણકરી મળી હતી જેના કારણે આ હુમલો થયાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.