મહિલા રેસલિંગમાં અંતિમ પંઘાલે મંગોલિયાની વર્લ્ડ ચેમ્પિયનને હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ

antim-pandhal1

ભારતે અત્યાર સુધી 21 ગોલ્ડ, 32 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ સહીત કુલ 86 મેડલ જીત્યા

ભારતને એશિયન ગેમ્સ 2023માં વધુ એક મેડલ મળ્યો છે. આ વખતે રેસલર અંતિમ પંઘાલે 53 કિગ્રા વેઇટ કેટેગરીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય રેસલરે અંતિમ પંઘાલે મંગોલિયાની વર્લ્ડ ચેમ્પિયન બેટ-ઓચિર બોલોર્તુયાને 3-1થી હરાવીને મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં આ ભારતનો ઓવરઓલ 86મો મેડલ છે. એશિયન ગેમ્સ 2023માં વુમન્સ રેસલિંગમાં આ ભારતનો પ્રથમ મેડલ છે.

એશિયન ગેમ્સ પહેલાં વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં 19 વર્ષિય અંતિમ પંઘાલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. સાથે એશિયન ચેમ્પિયનશિપ 2023માં તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત અંડર-20 વર્લ્ડતકપ ચેમ્પિયનશિપ 2023માં તેમણે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. અંતિમે આ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લીધો છે અને પ્રથમ ઈવેન્ટમાં જ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

એશિયન ગેમ્સ 2023માં 12મો દિવસ ભારત માટે ખાસ રહ્યો છે. અંતિમ પહેલા સ્ક્વોશ મેન્સ સિંગલ્સમાં સૌરવ ઘોષાલે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. સૌરવને સ્ક્વોશ મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મલેશિયાના ઈને સૌરવને 9-11, 11-9,11-5, 11-6થી હરાવ્યો હતો. ભારતે અત્યાર સુધી 21 ગોલ્ડ, 32 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અત્યાર સુધી ભારતીય દળને કુલ 86 મેડલ મળ્યા છે. આ સાથે ભારત મેડલ્સની સંખ્યામાં ચોથા સ્થાને છે. સાથે મેડલ્સમાં મેજબાન ચીન 331 મેડલ્સ સાથે પ્રથમ નંબર પર છે.

પુરુષ કમ્પાઉન્ડ ટીમમાં ઓજસ દેવતાલે, અભિષેક વર્મા અને પ્રથમેશે કમાલનું પ્રદર્શન કર્યું છે. સાથે આર્ચરી વુમન્સ કમ્પાઉન્ડ ટીમમાં જ્યોતિ, આદિતિ અને પ્રણીતે પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત સ્ક્વેશની મિસ્ક્ડ ડબલ્સની ટીમમાં દીપિકા પલ્લીકલ અને હરિંદરપાલ સિંહે કમાલ કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.