7 ઓક્ટોબર પછી RBIની 19 શાખાઓમાં જ 2000ની નોટ જમા કરી શકાશે અથવા બદલી શકાશે
આઈબીઆઈએ 2,000 રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ હવે 7 ઓક્ટોબર સુધી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. પહેલા આ તારીખ આજ સુધી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી જ હતી. આરબીઆઈએ કહ્યું કે અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 96 ટકા નોટો બેંકમાં પાછી આવી છે. 7 ઓક્ટોબર પછી RBIની 19 શાખાઓમાં જ 2000ની નોટ જમા થશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2,000 રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 નક્કી કરવામાં આવી હતી જેમાં હવે આઈબીઆઈએ સમયગાળાને વધારી લોકોને થોડી રાહત આપી છે. આઈબીઆઈએ 2,000 રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ 07 ઑક્ટોબર 2023 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આઈબીઆઈ એ 19 મે, 2023 માં 2000 રૂપિયાની નોટને સર્ક્યુલેશનથી બહાર કરી હતી. તેમજ માર્કેટમાં ફરતી આ નોટને 30 સપ્ટેમ્બર, 2023 પહેલા બેંકમાં જમા કરાવવાની સુચના આપી હતી. જેમાં હવે 7 દિવસનો વધારો કર્યો છે. મે મહિનામાં રિઝર્વ બેંકે 2000 રુપિયાની નોટને પરત લેવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નવી ડેડલાઈન ખતમ થયા બાદ એટલે કે 8 ઓક્ટોબર, 2023થી 2000 રુપિયાની બેંક નોટ જમા/બદલવાનીની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે.
આઈબીઆઈએ દેશની સૌથી મોટી ચલણી નોટ એટલે કે રૂ. 2,000ની નોટને બંધ કરવાની જાહેરાત કરી અને તેને ચલણમાંથી બહાર કાઢી. બજારમાં હાજર આ નોટોને પરત કરવાની સુવિધા આપવા માટે, આરબીઆઈએ બેંકો અને કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓ દ્વારા પરત કરવા અથવા બદલવાની તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી. જ્યારે સેન્ટ્રલ બેંકે રૂ. 2,000ની નોટોના વિમુદ્રીકરણની જાહેરાત કરી હતી, ત્યારે ડેટા રજૂ કરતી વખતે તેણે કહ્યું હતું કે 31 માર્ચ, 2023 સુધી આરબીઆઈ અનુસાર, રૂ. 3.62 લાખ કરોડની નોટો ચલણમાં હતી અને ઓગસ્ટના અંત સુધીમાં 93% નોટો ચલણમાં હતી.
બેંકમાંથી પ્રાપ્ત આંકડા મુજબ 19 મે, 2023 સુધી ચલણમાં રહેલા 3.56 લાખ કરોડ રુપિયાની 2000ની બેંક નોટમાંથી 3.42 લાખ કરોડ રુપિયાની નોટ બેંકમાં પરત આવી ગઈ છે. 29 સપ્ટેમ્બરે કારોબારની સમાપ્તિ બાદ માત્ર 0.14 લાખ કરોડ રુપિયા જ ચલણમાં રહી ગયા છે. આ રીતે 19 મે, 2023નાં રોજ ચલણમાં રહેલી 2000 રુપિયાની બેંક નોટ 96% પરત આવી ગઈ છે.
1 સપ્ટેમ્બર, 2023 ના રોજ, આઈબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 31 ઓગસ્ટ, 2023 સુધી ચલણમાંથી પરત ફરેલી 2,000 રૂપિયાની બેંક નોટોનું કુલ મૂલ્ય 3.32 લાખ કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ બેંકે સ્પષ્ટપણે આ નોટોને સમયમર્યાદા પછી અમાન્ય જાહેર કરી નથી, પરંતુ તેની ‘ક્લીન નોટ પોલિસી’ના ભાગ રૂપે તેને તબક્કાવાર બહાર કરવાનો હેતુ છે. આરબીઆઈએ સંકેત આપ્યો હતો કે રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાની સમયમર્યાદા આ નોટોના જથ્થા પર આધાર રાખે છે કે જે બેંકોમાં પરત કરવામાં આવે છે અથવા જમા કરવામાં આવે છે. આઈબીઆઈ દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 8 ઓક્ટોબર, 2023થી બેંક શાખાઓમાં બે હજારની નોટ જમા લેવાનું અને બદલવાનું બંધ કરી દેવાશે. 8 ઓક્ટબર પછી આઈબીઆઈના 19 ઈશ્યૂ ઓફિસમાં એક વખતમાં 20 હજાર રુપિયા સુધીની 2000ની નોટ બદલી શકાશે. 8 ઓક્ટોબર પછી માત્ર આઈબીઆઈના 19 ઈશ્યૂ ઓફિસની મદદથી બે હજારની વધેલી નોટને પોતાના ખાતામાં જમા કરી શકાશે. લોકો બે હજારની નોટ પોસ્ટ ઓફિસથી આઈબીઆઈના 19 ઈશ્યૂ ઓફિસને મોકલી શકે છે. આ નોટનું મૂલ્ય સંબંધિત વ્યક્તિના ખાતામાં ક્રેડિટ કરી દેવાશે.