ગુજરાતમાં મેઘરાજાની તોફિની બેટિંગને જોતા વરસાદના મામલે જાણે કે ભાદરવો ભરપૂર એ બાબત સાચી પૂરવાર થતી હોય તેમ લાગે છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ઠેર-ઠેર મેઘમહેર થઈ રહી છે. ગુજરાતનાં ઘણા શહેરોમાં વધારે ઓછો વરસાદ પડી રહ્યો છે. આજે સુરત શહેરમાં સવારથી મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી હતી. વરસાદના રૌદ્ર સ્વરૂપને લીધે ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. અનેક સ્થળ જળબંબાકાર થતાં લોકો બેહાલ થયા હતા. સુરત ઉધનામાં 8 કલાકમાં દે ધનાધન 5 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ નદી બન્યા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યાં હતાં. હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. તો કેટલાક હવામાન નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે 29 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 30 સપ્ટેમ્બરે વધુ મજબૂત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાકિનારાના ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નવરાત્રીના તહેવારોમાં પણ વરસાદ પડશે તેવી આગાહી પણ આ નિષ્ણાંતો દ્વારા કરાઈ છે.
24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સંબંધિત ન્યૂઝ
-
ગુજરાત સરકારે અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર વસાહતો/ઝૂંપડપટ્ટીઓ સામે સૌથી મોટી ડિમોલિશન શરૂ
29 April, 2025 -
રાષ્ટ્રપતિ ભવન ખાતે દ્રૌપદીમુર્મુએ પદ્મ ભૂષણ એનાયત કર્યા
28 April, 2025 -
અમદાવાદ પોલીસે ૪૦૦ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી
26 April, 2025 -
કશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા દુ:ખદ ઘટના : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી
25 April, 2025 -
‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બોસ’ હવે સોની ટીવી પર પ્રસારિત થશે, એન્ડેમોલ શાઇન અને કલર્સ વચ્ચે મતભેદ
23 April, 2025