છેલ્લા કેટલાંક દિવસથી આતંકીઓ જમ્મુ કાશ્મીરના જંગલો અને પહાડોમાં છુપાઈને સુરક્ષાદળો પર હુમલો કરી રહ્યાં છે. આ આંતકીઓનો સફાયો કરવા CRPFના કોબ્રા કમાન્ડ ફોર્સના એક ખાસ યુનિટને જમ્મુ-કશ્મીર મોકલવામાં આવ્યું છે. જંગલ અને પહાડોમાં છુપાઈને સુરક્ષા દળો પર આતંકવાદીઓના હુમલા કરવાની રીત પર COBRAખાસ નજર રાખશે. કારણ કે કોબ્રા કમાન્ડોએ જંગલ અને ગોરિલા વોર ફેરની લડાઈમાં નિપુણતા મેળવી છે. વર્ષ 2009માં કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યૂ એક્શન (CoBRA)ને માઓવાદી વિદ્રોહીઓ પર કાબૂ મેળવવા અને તેમના વિરુદ્ધ લડવા માટે બનાવવામાં આવ્યું હતું. ત્યારે આ બટાલિયનને પહેલી વખત મધ્ય અને પૂર્વી ભારતથી હટાવીને જમ્મુ કાશ્મીર મોકલવામાં આવ્યા છે.
કેન્દ્રીય પોલીસ બળના કોબ્રા કમાન્ડરની પહેલી બેંચને કુપવાડામાં તૈનાત કરવામાં આવી છે. કોબ્રા કમાન્ડની પરમ બેન્ચે હાલમાં જ જમ્મુ-કશ્મીરના જંગલોમાં પ્રશિક્ષણ પૂરું કર્યું છે. COBRA એટલે કે કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુટ એક્શનને આઓવાડી વિદ્રોહીઓ પર અંકુશ મેળવવા માટે બનાવવામાં આવ્યું હતું. જેને પ્રથમ વખત મધ્ય અને પૂર્વી ભારતથી હટાવીને જમ્મુ-કશ્મીર મોકલવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કોબરાની કેટલીક કંપનીઓને બિહાર અને ઝારખંડથી આંશિક રુપે હટાવી દેવાયા હતા. અહીં નક્સલી હિંસાના મામલે ઘટડો આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.
સૂત્રોના અહેવાલથી સમાચાર મળી રહ્યાં છે કે CRPFની કોબરા કમાન્ડો ફોર્સની ખાસ યુનિટને જમ્મુ કાશ્મીર મોકલવામાં આવ્યા છે. જંગલ અને પહાડોમાં છુપાઈને સુરક્ષા દળો પર આતંકીઓ દ્વારા હુમલા કરવાની ટેક્નિક પર કોબરા ખાસ નજર રાખે છે. આતંકીઓ વિરુદ્ધ જો ઓપરેશનની જરુર પડે તો તેના માટે ત્યાં હાજર ફોર્સની પણ તેઓ મદદ કરશે. કોબરા કમાન્ડોને જંગલ અને ગોરિલા વોચ ફેરની લડાઈમાં મહારત છે. જંગલોમાં લડાઈ લડવાની મહારત કોબરા કમાન્ડોએ મેળવી છે, તેથી તેમણે જમ્મુ કાશ્મીરના જંગલોમાં તૈનાત કરાયા છે. કોબરા નક્સલીઓનો સામનો કરવા માટે સ્પેશિયલાઇઝ્ડ ફોર્સ છે. છ મહિના પહેલા તેમની તાલીમ જમ્મુ-કશ્મીરમાં શરુ કરવામાં આવી હતી. જયારે આવે તાલીમ પૂરી થતા કુપવાડામાં તેને તૈનાત કરવામાં આવી છે. જો કે અત્યાર સુધીમાં કોઈપણ ઓપરેશનમાં તેની મદદ લેવામાં આવી નથી.
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠનના ત્રણ ઓવર ગ્રાઉન્ડ વર્કરને PSA અંતર્ગત પકડવામાં આવ્યા છે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ તૌસીફ-ઉલ-નબી, જહૂર-અલ-હસન અને રેયાઝ અહમદને આ કાયદા અંતર્ગત પકડવામાં આવ્યા છે. પોલીસે ત્રણેયના વિરુદ્ધ એક ડોઝીયર તૈયાર કરીને કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરને સોપવામાં આવ્યું, જેમાં PAS અંતર્ગત તેમની કસ્ટડીની મંજુરી આપવામાં આવી હતી.
જંગલોમાં લડાઈ લડવામાં કોબ્રા કમાન્ડર નિપુણ છે. જેથી તેમને જમ્મુ-કશ્મીરના જંગલોમાં ઉપયોગમાં લઇ શકાય છે. નકસલવાદીઓ સામે લડવા માટે કોબ્રા એક સ્પેશીયલ ફોર્સ છે. મળેલી જાણકારી મુજબ કોબ્રાની સમુક ટુકડીઓને બિહાર અને ઝારખંડમાં નક્સલી હિંસામાં ઘટાડો થવાના કારણે ત્યાંથી ટુકડીઓને આંશિકરૂપે ત્યાંથી હાલ દુર કરવામાં આવી છે.