કોલકાતા, ભોપાલ, મુંબઈ વગેરે શહેરોમાં EDની કાર્યવાહી દરમ્યાન મોટી માત્રામાં પુરાવાઓ હાથ લાગ્યા
સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ “મહાદેવ ઓનલાઈન બુક”ના મુખ્ય પ્રમોટર, દુબઈથી સંચાલન થતું હતું
કોલકાતા, ભોપાલ, મુંબઇ વગેરે જેવા શહેરોમાં EDએ “મહાદેવ ઓનલાઈન બુક” એપ્લિકેશન સામે કાર્યવાહી હાથ ધરી રૂ. 417 કરોડની સંપત્તિ જપ્ત કરી છે તેની સાથે સાથે મોટા પ્રમાણમાં પુરાવા પણ પ્રાપ્ત કર્યા છે.
ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ(ED)એ “મહાદેવ ઓનલાઈન બુક બેટીંગ” એપ્લીકેશનની તપાસ કરી રહી છે જે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટને નવા યુઝર્સની નોંધણી કરવા, યુઝર આઈડી બનાવવા અને વેબ દ્વારા બેનામી બેંક ખાતાઓના નાણાંની લેવડ-દેવડ(લોન્ડિરંગ) માટે ઑનલાઇન પ્લેટફોર્મ ગોઠવે છે. ED એ તાજેતરમાં કોલકાતા, ભોપાલ, મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ એપીપી સાથે જોડાયેલા મની લોન્ડિરંગ નેટવર્ક્સ સામે વ્યાપક શોધ હાથ ધરી છે અને મોટી માત્રામાં ગુનાહિત પુરાવાઓ મેળવ્યા છે અને ગુનાની રકમ રૂ. 417 કરોડ જપ્ત કરી છે.

આ મામલે EDની તપાસમાં જાણવા મળ્યું છે કે સૌરભ ચંદ્રાકર અને રિવ ઉપ્પલ જેઓ છત્તીસગઢના ભિલાઈના છે, તેઓ મહાદેવ ઓનલાઈન બુકના મુખ્ય પ્રમોટર છે અને તેઓ દુબઈથી તેમની કામગીરી ચલાવી રહ્યા છે. તેમની મેસર્સ મહાદેવ ઓનલાઈન બુક UAEમાં સેન્ટ્રલ હેડ ઓફિસમાંથી ચલાવવામાં આવે છે અને 70%-30% પ્રોફિટ રેશિયો પર તેમના જાણીતા સહયોગીઓને “પેનલ/શાખાઓ” ફ્રેન્ચાઈઝ કરીને ઓપરેટ કરે છે. સટ્ટાબાજીની કમાણી ઓફ-શોર ખાતાઓમાં લેવા માટે મોટા પાયે હવાલા કામગીરી કરવામાં આવે છે. ભારતમાં સટ્ટાબાજીની વેબસાઈટની જાહેરાતો અને નવા વપરાશકર્તાઓ અને ફ્રેન્ચાઈઝી (પેનલ) સીકર્સને આકર્ષવા માટે સટ્ટાબાજીની જાહેરાતો માટે પણ રોકડમાં મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વધુ તપાસ દરિમયાન, EDએ ભોપાલ, મુંબઈ અને કોલકાતામાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે અને નીચે મુજબની શોધ કરી છે.
સૌરભ ચંદ્રાકર અને રિવ ઉપ્પલે UAEમાં પોતાના માટે એક સામ્રાજ્ય બનાવ્યું છે. ફેબ્રુઆરી 2023 માં, સૌરભ ચંદ્રકરે RAK, UAE ખાતે લગ્ન કર્યા અને આ લગ્ન સમારંભ માટે લગભગ 200 કરોડ રુપિયા ખર્ચ્યા. આ ખર્ચની રોકડમાં ચુકવણી કરવા હવાલા ચેનલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ED દ્વારા એકત્ર કરવામાં આવેલા ડિજટલ પુરાવા મુજબ,રૂ. 112 કરોડ યોગેશ પોપટની “મેસર્સ આર-1 ઈવેન્ટ પ્રા. લિ.” ઈવેન્ટ્સ મેનેજમેન્ટ કંપનીને હવાલા દ્વારા મોકલવામાં આવ્યા હતા અને રોકડ ચૂકવણી કરીને 42 કરોડ રુપિયાની હોટેલ બુક કરવામાં આવી હતી.

ED દ્વારા યોગેશ પોપટ, એક મિથિલેશ અને અન્ય જોડાયેલા આયોજકોના પરિસરમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને રૂ. 112 કરોડ હવાલાના નાણાંની રસીદ સંબંધિત પુરાવા એકત્રિક કર્યા છે. ત્યારબાદ યોગેશ પોપટ નામના આંગિડયાઓનીશોધખોળ હાથ ધરવામાં આવી હતી.
EDએ ધીરજ આહુજા અને વિશાલ આહુજાની ભોપાલમાં આવેલ “મેસર્સ રેપિડ ટ્રાવેલ્સ”માં પણ તપાસ કરી હતી. જે મહાદેવ એપના પ્રમોટર્સ, પરિવાર, બિઝનેસ એસોસિએટ્સ અને ફેયરપ્લે.કોમ, રેડ્ડી અન્ના એપ, મહાદેવ એપ જેવી સટ્ટાબાજીની વેબસાઈટને સમર્થન તેમજ સેલિબ્રિટીઝની સમગ્ર ટિકિટીંગ કામગીરી માટે જવાબદાર હતી. સટ્ટાબાજીની પેનલોમાંથી થતી ગેરકાયદેસર રોકડ કમાણી આહુજા બંધુઓ દ્વારા મુખ્ય ટિકિટ પ્રદાતાઓ પાસે ચતુરાઈથી જમા કરવામાં આવી હતી. “મેસર્સ રેપિડ ટ્રાવેલ્સ” સપ્ટેમ્બર મહિનામાં UAEમાં આયોજિત વાર્ષિક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ્સ સહિત મહાદેવ જૂથની મોટાભાગની ઇવેન્ટ્સ માટે મુસાફરીની વ્યવસ્થા કરવામાં સામેલ હતી.
ED એ મહાદેવ ઓનલાઈન બુક એપીપીના મની લોન્ડિરંગ કામગીરીમાં સામેલ અન્ય મોટા ખેલાડીઓની પણ સફળતાપૂર્વક ઓળખ કરી છે. જેમાં કોલકાતા સ્થિત વિકાસ છાપરીયા સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. તે મહાદેવ એપીપી માટે હવાલા સંબંધિત તમામ કામગીરી સંભાળતા હતા. EDએ તેના જાણીતા પરિસરમાં જેવા તેના સહયોગીઓ પર સર્ચ હાથ ધર્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે ગોવિંદ કેડિયાની મદદથી વિકાસ છાપિરયા તેની સંસ્થાઓ દ્વારા -મેસર્સ પરફેક્ટ પ્લાન ઈન્વેસ્ટમેન્ટ્સ એલએલપી, મેસર્સ એક્ઝિમ જનરલ ટ્રેડિંગ એફઝેડકો અને મેસર્સ ટેકપ્રો આઈટીમ સોલ્યુશન્સ એલએલસી-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPI) માર્ગે ભારતીય શેરબજારમાં ભારે રોકાણ કરી રહ્યું હતું.
અત્યાર સુધીમાં EDએ રાયપુર, ભોપાલ, મુંબઈ અને કોલકાતામાં 39 સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે અને ગેરકાયદેસર રૂ 417 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. .EDએ વિદેશમાં પણ તપાસ હાથ ધરી છે. રાયપુર ખાતે આવેલ માનનીય PMLA વિશેષ અદાલતે પણ ફરાર શંકાસ્પદો સામે NBW જારી કર્યા છે.