મુંબઈ એરપોર્ટ પર પ્રાઈવેટ ચાર્ટર પ્લેન ક્રેશ, 8 લોકો સવાર હતા, કોઈ જાનહાનિ નહીં

plane-crash

ભારે વરસાદના કારણે લેન્ડિંગ દરમિયાન પ્રાઈવેટ ચાર્ટર પ્લેન લપસી જતા ક્રેશ
એરપોર્ટ ઓથોરિટીની ટીમે પાણીને મારો ચલાવ્યો
એરપોર્ટ પર તમામ પ્લેનોનું લેન્ડિંગ અને ટેકઓફ હાલપુરતું બંધ

મુંબઈ એરપોર્ટ પર એક પ્રાયવેટ ચાર્ટર પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના બની છે. આ પ્રાયવેટ ચાર્ટર પ્લેનમાં 6 મુસાફરો અને 2 ક્રુ મેમ્બર સવાર હતા. ડીજીસીએએ કહ્યું કે, હાલ કોઈ જાનહાનીના અહેવાલો મળ્યા નથી. જાણવા મળ્યું છે કે, ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની હોવાની વિગત સામે આવી છે. આ ઘટનાને કારણે મુંબઈ એરપોર્ટ પર તમામ વિમાનોનું ટેકઓફ અને લેન્ડિંગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઓછી હતી. 700 મીટર સુધી જ દેખાતું હતું. આ વિમાન વિશાખાપટ્ટનમથી મુંબઈ આવ્યું હતું. જે મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. રન વે પર ઊતરતી વખતે આ ઘટના બની હતી. આ વિમાનમાં 6 પ્રવાસીઓ અને 2 ક્રુ મેમ્બર્સ બેઠા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જે લોકોને ઈજા પહોંચી છે એમને યુદ્ધના ધોરણે સારવાર હેતું હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્લેન ક્રેશ થયા બાદ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ બચાવ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

વિમાન VT DBL ક્રેશ થયું છે એ રીપોર્ટ મળતા જ મુંબઈ એરપોર્ટ પર તમામ ઑપરેશન રોકી દેવામાં આવ્યા હતા. થોડા સમય સુધી કોઈ વિમાનને લેન્ડ થવા કે ટેકઓફ થવા માટેની કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી. પછી રન વે ક્લિયર કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. રન-વેથી આગળ કાચા રસ્તા પર આ વિમાન ઊતરી ગયું હતું. રન-વેને પણ નુકસાન થયું હતું. વિમાનમાં બેેઠેલા પ્રવાસીઓને મેડિકલ ચેકઅપ માટે રવાના કરાયા હતા. આ લીયરજેટ શ્રેણીનું વિમાન હતું. જે વરસાદને કારણે અસરગ્રસ્ત થયું હતું. VSR વેન્ચર્સ લિયરજેટ 45 વિમાન વીટી-ડીબીએલ મુંબઈ એરપોર્ટ પર રનવે-27 પર લેન્ડ થતી વખતે લપસી ગયું. એરપોર્ટ ઓથોરિટીનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. જે તે અધિકારીએ તપાસનો ધમધમાટ ચાલું કરી દીધો હતો.
ને ટેકઓફ હાલપુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.