VHPને ‘શોભાયાત્રા’ની મંજૂરી ન મળતા નુહમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

નૂહ ‘શોભાયાત્રા’માં જવા અયોધ્યાથી આવેલા સંતોને રોકવામાં આવ્યા હતા

હરિયાણા: હરિયાણાના હિન્દુવાદી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ એ આજે ૨૮ ઓગસ્ટના રોજ બ્રિજ મંડળ શોભાયાત્રા નીકળવાનું આહવાન કર્યું હતું. પણ પોલીસ પ્રશાસને શોભા યાત્રા કાઢવાની પરવાનગી આપી નથી. (વિશ્વ હિન્દુ પરિષદ) વીએસપીના સોશિયલ મીડિયા હેન્ડલ મારફતે પોસ્ટ કરવામાં આવી હતી કે “હિન્દુ સમાજ સોમવારે મેવતમાં પોતાની ધર્મ શોભાયાત્રા પૂરી પડશે”

રેવાડી સાઉથ રેન્જના IG રાજેન્દ્રજીએ જણાવ્યું કે પ્રશાસન તરફથી કોઈપણ પ્રકારની શોભાયાત્રા નીકળવા માટે પરવાનગી આપવામાં આવી નથી તેને લઈને હરિયાણાના અને અન્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે સત્તાધીશો દ્વારા પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં યાત્રા બોલવામાં આવી છે. જેથી અર્ધ લશ્કરી દળો સહિતના સુરક્ષા કર્મચારીઓને કડક તકેદારી રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જેથી આંતર-રાજ્ય અને આંતર-જિલ્લા સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે સત્તાધીશ અધિકારીએ દ્વારા જણાવ્યું હતું

નૂહમાં જિલ્લા પ્રશાસન અધિકારીઓએ દ્વારા ચૂસ્ત પણે બંદોબસ્તના કદમ ઉઠાવતા સોમવારે શૈક્ષણિક સંસ્થાઓ અને બેંકો બંધ રાખવાનો આદેશ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો અને મોબાઈલ ઇન્ટરનેટ અને મેસેજ સેવાઓ ને પણ બંધ કરવામાં આવી છે સીઆરપીસી કલમ 144 મુજબ એક વિસ્તારમાં ૪ થી વધુ લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

31 જુલાઈના દિવસે VHP પર નુહમા ટોળાં દ્વારા હુમલો કર્યા બાદ કોમી તોફાનમાં બે હોમગર્ડ અને એક નાયબ ઇમામ સહિત 6 લોકો માર્યા ગયા હતા. સર્વ જ્ઞાતિ હિંદુ મહાપંચાયત 13 ઓગસ્ટના અને 28 ઓગસ્ટના દિવસે નુજમાં બ્રિજ મંડળ દ્વારા શોભા યાત્રાને ફરી થી નીકળવાનો VHPએ એલાન કર્યું હતુ . શોભા યાત્રા કાઢવામાં આવશે અને આવા ધાર્મિક કાર્યો ક્રમ માટે પરવાનીગી જરૂર નથી.

નૂહ ‘શોભાયાત્રા’માં જવા અયોધ્યાથી આવેલા સંતોને રોકવામાં આવ્યા હતા

નૂહમાં બ્રિજ મંડળ શોભા યાત્રા ભાગ લેવા માટે અયોધ્યાથી આવેલા સંતોને રોકવામાં આવ્યા હતાં. સોહના ટોલ પ્લઝા પાસે પરમહંસ મહારાજે કહ્યું, ‘ હું અયોધ્યા થી આવ્યો છું… પ્રશાસને અમને અહીંયા રોક્યા છે. તેઓ અમને આગળ વધવા દેતા નથી અને પાછા જવાબ પણ નથી આપી રહ્યા જેથી હું અહીંયા ઉપવાસ કરી રહ્યો છું.. મને જ્યાં પણ લઈ જશે ત્યાં સુધી હું આમરણાત ઉપવાસ કરીશ

પોલીસે VHP નેતા આલોક કુમારને રોક્યા

વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યકારી પ્રમુખ આલોક કુમાર અને દેશના વિવિધ વિસ્તારો માંથી લોકો નૂહના નલહદ ખાતેના પ્રાચીન શિવ મંદિરમાં ભગવાન શિવના જલાભિષેક માટે જઈ રહ્યા છે અને નૂહમાં શ્રાવણ છેલ્લા સોમવારે બ્રીજમંડળ યાત્રાને પ્રતીકાત્મક રીતે પૂર્ણ કરી રહ્યા છે. પોલીસે મુલાકાતી સંતોને નૂહ પોલીસ લાઇનની સામે અટકાવ્યા હતા. આ દરમિયાન VHP કાર્યકર્તાઓ પોલીસ સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા હતા. સંતોએ પણ તેનો વિરોધ કર્યો.

વિશ્વ હિન્દુ તખ્તના વડા વિરેશ શાંડિલ્યની અટકાયત કરવામાં આવી છે

અંબાલા પોલીસે સોમવારે વિશ્વ હિંદુ તખ્તના વડા વીરેશ શાંડિલ્યને બ્રીજમંડલ શોભાયાત્રામાં ભાગ લેવા માટે નૂહ જવા નીકળ્યા તેની થોડી મિનિટો પહેલા જ તેને કસ્ટડીમાં લીધો હતો. અંબાલાના એસપી જશનદીપ સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે તેમને તેમના સેક્ટર-1ના નિવાસસ્થાને “ઘરમાં નજરકેદ” રાખવામાં આવ્યા છે. શાંડિલ્ય શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે નૂહના નલહદ શિવ મંદિરમાં જલાભિષેકમાં ભાગ લેવા માટે અંબાલા છાવણીના ઐતિહાસિક હાથીખાના મંદિરની મુલાકાત લીધા પછી તેમના સમર્થકોના એક જૂથ સાથે જવાના હતા. શાંડિલ્યએ રવિવારની હિંસાને પગલે “બ્રિજમંડલ યાત્રા” ને મંજૂરી ન આપવાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના નિવેદનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેમને કોઈ મંદિરની મુલાકાત લેવાની કોઈ પરવાનગીની જરૂર નથી.