એલન મસ્ક લાવ્યા પત્રકારો માટે વિશેષ ઉપહાર, પત્રકારોને પૈસા કમાવાનો પ્લાન બતાવ્યો

Elon Musk

એલન મસ્કે પત્રકારોને કમાવાનો આપ્યો ખાસ મોકો, X ટ્વિટરના આ નિર્ણયથી પત્રકારોને સારો લાભ થશે
વધારાની આવક મેળવવા માંગતા હોવ તો સીધા આ પ્લેટફોર્મ દ્વારા લેખ પબ્લિશ કરી શકો છો

લોકપ્રિય બ્લોગિંગ સાઈટ ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ એલન મસ્કે તેમાં ઘણા બધા ફેરફાર કર્યા છે. નવા નવા પ્રયોગ કરી રહ્યા છે તેવામાં એલન મસ્ક આ વખતે પત્રકારો માટે વિશેષ ઉપહાર લઈને આવ્યા છે જેમા તેમણે X ટ્વિટર દ્વારા પત્રકારોને પૈસા કમાવાનો પ્લાન બતાવ્યો છે. એલન મસ્કે પત્રકારોને X ટ્વિટર પર સીધા સમાચારો પબ્લિશ કરવાની અપીલ કરી છે. એલન મસ્કે ટ્વિટ કરતા કહ્યું હતું કે, જો તમે એક પત્રકાર છો, જે લખવાની વિશેષ સ્વાતંત્રતા અને વધારાની આવક મેળવવા માંગતા હોવ તો, તમે સીધા આ પ્લેટફોર્મ દ્વારા તમારા સમાચાર પબ્લિશ કરી શકો છો અને તેનાં માટે પત્રકારોને પેમેન્ટ પણ આપવાનાં આવશે. તેમણે કહ્યુ કે યુજર્સ પાસેથી પ્રતિ લેખના આધાર પર ફી લેવામાં આવશે અને જો તે માસિક સભ્ય માટે સાઈનઅપ નથી કરતો તો તેમણે વધારે પેમેન્ટ કરવુ પડશે. હાલમાં તો તેમણે આ કાસ પ્લાન વિષે બીજી કોઈ વધારે માહિતી આપી નથી. પરંતું X ટ્વિટરના આ નિર્ણયથી પત્રકારોને સારો લાભ થશે એવુ માનવામાં આવી રહ્યું છે. આ ઓફરનાં કારણે મસ્કની આ ટ્વિટ પર યુજર્સની જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. તમારી જાણકારી માટે કે આ મહિને મસ્કએ પોતાના યુજર્સને ખાસ ભેટ આપી છે, જેના કારણે યુજર્સ લાખો રુપિયા કમાઈ રહ્યા છે. વાસ્તવમાં X ટ્વિટર પોતાના નવી રેવન્યું શેયરિંગ પ્રોગ્રામ મુજબ રેવન્યુનો શેરને પોતાના યુજર્સ સાથે શેર કરી રહ્યા છે. નોંધપાત્ર છે કે, X ને પહેલા ટ્વિટર તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ તેને સંભાળ્યા પછી મસ્કે તેમા ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે અને આવનારા દિવસોમાં પણ X ટ્વિટરના ફીચરમાં કેટલાક ફેરફાર કરવાના છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મસ્કે માઈક્રોબ્લોગિંગ સાઈટ X ટ્વિટર પર મીડિયા પ્રકાશકોને પેમેન્ટ આપવાની વાત હતી.