અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની તાલિબાની ગ્રુપના સભ્યોનું ઠેકાણું હતું તે હોટલમાં વિસ્ફોટ, 3નાં મોત

afghanistan-blast

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા ત્યારથી આઈએસઆઈએસ સાથે ઘર્ષણ હજુ પણ યથાવત્ છે. અત્યાર સુધીમાં અનેક હિંસક ઘટનાઓ બની છે અને ઘણા લોકના મોત પણ થયા છે. અફઘાનિસ્તાનમાં એક દિવસ પહેલા જ તાલિબાને સત્તામાં આવવાની વર્ષગાંઠ ઉજવી હતી. તેવામાં આજે અફઘાનિસ્તાનની ખોસ્ત શહેરની એક હોટલમાં વિસ્ફોટ થયાની ઘટનાં સામે આવી છે.

મળેલ માહિતી મૂજબ આ વિસ્ફોટમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. વધુમાં એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે, હોટલને જ નિશાન બનાવીને હવાઈ હુમલો કરાયો છે. આ હોટેલ પાકિસ્તાની તાલિબાનના હાફિઝ ગુલ બહાદુર ગ્રુપના સભ્યોનું ઠેકાણું હતું અને આ ગ્રુપના સભ્યો અવારનવાર આ હોટેલમાં આવતા હતા. આ હવાઈ હમુલામાં આ પાકિસ્તાની તાલિબાન ગ્રુપના સભ્યોના મોત થયા છે. બંને પક્ષના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે હજુ સુધી હુમલા અંગે સત્તાવાર આંકડા જાહેર કરાયા નથી તો અત્યાર સુધી કોઈ સંગઠને પણ આ હુમલાની જવાબદારી લીધી નથી. તાલિબાને અફઘાનિસ્તાન પર ફરી સત્તા જમાવ્યા બાદ છેલ્લા 2 વર્ષમાં કાબુલ અને આસપાસના વિસ્તારોમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. આ પહેલા ડિસેમ્બરમાં કાબુલની એક હોટલમાં જોરદાર ગોળીબાર થયો હતો જેમાં ઘણા લોકોના મોત થયા હતા. તાલીબન સત્તામાં આવ્યા ત્યારથી છેલ્લા 2 વર્ષથી આ દેશની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.