ઝાલોદ સનાતન હિન્દુ સમિતિ દ્વારા મેવાતમાં ધાર્મિક યાત્રા પર કરાયેલ હુમલાને વખોડવામાં આવ્યો

નિર્દોષ છ હિન્દુ લોકોનું મૃત્યુ થતાં સરદાર ચોક ખાતે બજરંગ દળ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો

નગરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી હુમલાની યોગ્ય તપાસ થાય તે માટે માંગ કરવામાં આવી

હરિયાણાના મેવાતમાં ધાર્મિક યાત્રા પર અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલ આતંકી હુમલામાં કેટલાય નિર્દોષ લોકો ઘવાયા હતા તેમાં કેટલાક સરકારી કર્મચારી પણ ફરજ નિભાવતા હતા તે દરમ્યાન ઘાયલ થયા હતા. તેમજ છ વ્યક્તિઓનું આયોજન બદ્ધ થયેલ આ આતંકી હુમલામાં મૃત્યુ થયેલ હતું. આ આતંકી હુમલાને સનાતન હિન્દુ સમિતિ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં વખોડવામાં આવેલ હતો તેમજ આવી જેહાદી પ્રવૃત્તિ આચરનાર લોકો પર કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી કરવામાં આવી હતી.

ઝાલોદ નગરમાં પણ છેલ્લા કેટલાક સમયથી અનેક અજાણ્યા શખ્સો ફરતા જોવા મળી રહેલ છે જેવો યુ.પી, બિહાર, બંગાળના હોય તેવું તેમની ભાષા પરથી લાગે છે. આવા અજાણ્યા લોકોને આયડેંટી ફાય કરી તેમની હિસ્ટ્રીની માહિતી મેળવવા માટે માંગ કરાઈ હતી જેથી આવનાર સમયમાં આવા લોકો કોઈ અસામાજિક કે હિંસક પ્રવૃત્તિ ન કરી બેસે તે હેતુથી આવી માંગ કરવામાં આવેલ છે કેમકે થોડા સમય અગાઉ રાજકોટ માંથી અલકાયદા સાથે સંકળાયેલ આતંકી પકડવામાં આવેલ હતા.

તારીખ 04-08-2023 ના રોજ સાંજે 6 વાગે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા સરદાર ચોક બસ સ્ટેશન પાસે મેવાતમાં થયેલ આતંકી હુમલા માટે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દેશના જિહાદી માનસિકતા ધરાવનાર આવા ક્રુર વ્યક્તિનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે દેશમાં જિહાદી માનસિકતા ધરાવનાર તેમજ હિંસક પ્રવૃત્તિ આચરનારા પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.