બોલિવૂડના જાણીતા આર્ટ-ડિરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા, તેમની ઉપર 250 કરોડ રૂપિયાનું દેવું હતું

Nitin Desai

નીતિન દેસાઈએ એક કંપની પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી

બોલિવૂડના જાણીતા આર્ટ-ડિરેક્ટર નીતિન દેસાઈએ મંગળવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી. પોલીસનું કહેવું છે કે નીતિન દેસાઈનો મૃતદેહ સવારે 9 વાગ્યે દોરડાથી લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડોગ-સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. તેઓ દરેક એંગલથી કેસની તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,તેમની કંપની એનડી સ્ટુડિયો પર ભારે દેવું હતું. નીતિન પર લગભગ 250 કરોડ રૂપિયાનું દેવું હતું. નીતિને એક કંપની પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી. વ્યાજ સહિત લોનની રકમ રૂ. 250 કરોડ સુધી પહોંચી ગઈ હતી. કંપનીએ રિકવરી માટે કાયદેસરના પગલાં લીધાં હતાં તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ સ્ટુડિયો જપ્ત કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.પોલીસને નીતિનના ફોનમાંથી એક ઓડિયો-ક્લિપ મળી છે, જેમાં ચાર લોકોનો ઉલ્લેખ છે. પોલીસને શંકા છે કે નીતિન દેસાઈએ તેમના દબાણને કારણે આત્મહત્યા કરી છે. ટૂંક સમયમાં તેમનું નિવેદન નોંધવામાં આવશે. જાણવા મળ્યુ છે કે એનડી આર્ટ્સ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડે ECL કંપની દ્વારા પહેલી વખત લોન 2016માં, જ્યારે બીજી વખત લોન 2018માં લેવામાં આવી હતી. 2020માં જ્યારે લોન ચૂકવવાની વાત આવી ત્યારે બધી સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી..