નગરપાલિકા દ્વારા લાઇટ અને તરાપાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી
ઝાલોદ તાલુકામાં છેલ્લા દસ દિવસથી એટલે કે દિવાસથી માઁ દશામાંનું ભક્તિભાવ તેમજ ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. માદશામાંની સ્થાપના નગર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી. માંઈ ભક્તો દ્વારા છેલ્લા દસ દિવસથી રોજ માંદશામાની ભક્તિમાં લીન જોવા મળતા હતા. રોજ માતાજીની પૂજા, આરતી, ભજન, કિર્તન, ગરબા કરી માતાજીની ભક્તિમાં રહેતા હતા.
દશામાંના જાગરણના દિવસે માંઈભક્તો દ્વારા મંડળીઓ દ્વારા કીર્તન કરી, મહાઆરતી તેમજ છપ્પનભોગના પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા. રાત્રિના 12 વાગ્યા પછી વિવિધ મંડળો ડી.જે, ઢોલ નગારા તેમજ કંકુ ગુલાલ ઉડાવતા માતાજીના વિસર્જન માટે નગરમાં ફરી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. આ વિસર્જન યાત્રામાં માતાજીના ગરબા રમતા નાચતાં ઝૂમતા પણ લોકો જોવા મળતા હતા. દશામાંના વિસર્જન ટાણે રાત્રિનો સમય હોવા છતાય નગરજનો દશામાંના દર્શન માટે ઉમટી પડેલ જોવા મળેલ હતું. દસમાંના વિસર્જનના અંતિમ પળને ભક્તો આંખોમાં વસાવી લેવાં માંગતા હતા. માઈભક્તો દ્વારા ભારે હૈયે અશ્રુ ભીની આંખે માઁ દશામાંને વિસર્જન કરતા જોવા મળતા હતા. ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો દ્વારા પોત પોતાના નજીકના તળાવોમાં વિસર્જન કરવામાં આવેલ હતું.
પાલિકા તંત્ર દ્વારા પણ દશામાના વિસર્જનને લઈ ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરમાં રસ્તામા પડેલ ખાડા સમતલ કરવામાં આવેલ હતા રામસાગર તળાવ વિસ્તારમાં સાફ સફાઈ સાથે તરાપાની સુંદર વ્યવસ્થા, લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કોઈ માઈભક્તોને કોઈ તકલીફ પડી ન હતી. રામસાગસર તળાવ દશામાંના જય જય કાર સાથે ગુંજી ઉઠેલ હતું. પોલિસ તંત્ર દ્વારા પણ ખડે પગે હાજર રહી વ્યવસ્થા જાળવી હતી.
માઁ દશામાંનુ માંઈ ભક્તો દ્વારા ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું
સંબંધિત ન્યૂઝ
-
૭૫,૦૦૦ જેટલા નકલી મતદારો શોધવાની સંભાવના : અમિત ચાવડા
30 August, 2025 -
પીએમ નરેન્દ્ર મોદીએ ઉચ્ચ-શક્તિવાળા ડેમોગ્રાફી ચેન્જ મિશનની રચના કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
29 August, 2025 -
“પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
28 August, 2025 -
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, ભાજપના સાંસદ હેમા માલિની
27 August, 2025 -
“વડાપ્રધાનએ ગુજરાતમાં મારુતિ સુઝુકીની નવી ઈફ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું
26 August, 2025