ગુજરાત રાજ્યમાં કંજેકટીવાઇટીસના કેસમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 5 હજાર કેસ નોંધાયા છે. તેમાં ભાવનગરમાં 24 કલાકમાં 2100 કેસ નોંધાયા છે. તથા ઘણા જિલ્લામાં દૈનિક 1 હજાર જેટલા કેસ નોંધાય છે.
અમદાવાદ, ભાવનગર, વડોદરામાં વધુ કેસ છે. તેમજ અમરેલી, ભરૂચ, મહેસાણામાં પણ વધુ કેસ નોંધાયા છે. તથા રાજ્ય આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં સૂચના આપી છે. તેમાં આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર નિલમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નિલમ પટેલે જણાવ્યું છે કે ચેપી પ્રકારનો રોગ હોવાથી સ્વચ્છતાની જરૂર છે. તેમાં આંખોમાંથી સતત પાણી પડે છે. ચેપગ્રસ્ત લોકોએ ભીડવાળી જગ્યાએ ન જવું જોઇએ. સાબુથી સતત હાથ ધોતા રહેવા જોઇએ.
ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદ – 5,000, ભાવનગર – 2100, વડોદરા – 1000 થી વધુ તેમજ અમરેલી – 1000થી વધુ તથા ભરૂચ – 1000 થી વધુ અને મહેસાણા – 1000થી વધુ તથા રાજકોટ – 300 તેમજ જામનગર – 100 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કંજેકટીવાઇટીસના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નોંધાયા 5 હજાર કેસ
સંબંધિત ન્યૂઝ
-
દિલ્હી: બ્રિક્સ સમિટ 2026 દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે,
12 September, 2026 -
લંડન : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, વિરાટ કોહલીની શુભેચ્છા મુલાકાત
11 September, 2026 -
અમરેલીમાં કરોડોના ખર્ચે ગુજરાતનો પ્રથમ દેશ નો બીજો ગોપીનાથ બાયો CNG LLP પ્લાન્ટ
10 September, 2026 -
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન 2027 માટે નક્કી કરવામાં આવ્યું છે.
09 September, 2026 -
‘મને ખબર નથી કે નવસારીમાં માવાની ટેવ આવી કે નથી, સૌરાષ્ટ્ર વાળા ઘણાં, માવાથી મુક્તિ મેળવો’: PM મોદી
08 September, 2026
