દહેજની ઇન્ડસ્ટ્રીયલ કલર અને ફૂડ ઇન્ગ્રેડીઇન્ટ્સ બનાવતી મલ્ટીનેશનલ રોહા ડાયકેમ કંપનીમાં અચાનક ધડાકા સાથે ભભૂકેલી આગે વસાહતને હચમચાવી દીધી હતી.
રોહા ડાયકેમ ૩૫,૦૦૦ સ્કવેર મીટરમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રીયલ કલર, પીગમેન્ટ્સ, ડાઈઝ તેમજ ફેથલોસાઈનીનનું ઉત્પાદન કરે છે. કંપનીના દહેજ પ્લાન્ટમાં બપોરે આકસ્મિક ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટના સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવતા તેમનો બચાવ થયો હતો. ફાયરનો કોલ મળતા જ ભરૂચ અને દહેજની અન્ય કંપનીના ૪ થી ૬ ફાયર ફાઈટરો ઘટના સ્થળે રવાના થયા હતા.
દહેજ મરીન પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ જીપીસીબી પણ સ્થળ પર દોડી ગયું હતું. વિકરાળ આગના કાળા ધુમાડાએ દહેજ વસાહત અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જ્યો હતો. હાલ તો ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા છે જે બાદ જ ઘટનાનું કારણ બહાર આવી શકશે.
દહેજની રોહા ડાયકેમમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી , ફાયર, તંત્ર અને પોલીસ દોડતી થઈ
સંબંધિત ન્યૂઝ
-
IPLકોચી ફ્રેન્ચાઇઝ પ્રક્રિયા, ભાગેડુ દરજ્જાના ઇનકાર અંગે લલિતમોદીની ટિપ્પણીઓ પર, મંત્રી રામદાસ આઠવલે
04 June, 2026 -
પશ્ચિમ બંગાળ: ટીએમસીમાં રાજકીય મંથન પર બોલતા, આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના વડા હુમાયુ કબીર
03 June, 2026 -
દર વર્ષે, લાખો મુસ્લિમો અહીંથી હજ યાત્રા કરવા માટે રવાના થાય છે : કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
02 June, 2026 -
સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ NEET, NTA સુધારા અંગે: યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટના અધ્યક્ષ ડૉ.લક્ષ્ય મિત્તલ
01 June, 2026 -
ગ્રામીણ વિકાસ, બાંધકામ અને પંચાયતી રાજ વિભાગો અંગે બેઠક યોજાઈ ઝારખંડના મંત્રી દીપિકા પાંડે સિંહે
27 May, 2026
