તાજેતરમાં જીતેલી ૧૫મી ગુજરાત વિધાનસભાની ચૂટણીની ૧૫૬ બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસીક જીત હાસલ કર્યા બાદ આજે ભાજપએ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે ફરી એક વખત ગુજરાત રાજ્યાના મુખ્યમંત્રી પદના ભૂપેન્દ્ર પટેલે શપથલીધા. મુખ્યમંત્રી સાથે ૧૬ મંત્રીઓ પણ શપથ ગ્રહણ લીધા આ ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારંભમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સહિતના ભાજપના નેતાઓ અને સાધુ સંત્તો હાજર હતા. મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયાં હતા. અને બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજ્યા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોણે શપથ લીધા, ૮ કેબિનેટ મંત્રી, ૨ રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા, ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી
૮ કેબિનેટ મંત્રીઓ (૧) કનુભાઈ દેસાઈ (૨) ઋષિકેશ પટેલ (૩) રાધવજી પટેલ (૪) બળવંત રાજપૂત (૫) કુંવરજી બાવળિયા (૬) મૂળુ બેરા (૭) કુબેર ડિંડોર (૮) ભાનુબેન બાબરિયા
૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ (૧) ભીખુભાઈ પરમાર (૨) કુંવરજી હળપતિ (૩) પરસોત્તમ સોલંકી (૪) બચુભાઈ ખાબડ (૫) મકેશ પટેલ (૬) પ્રફુલ પાનસેરિયા
૨ રાજ્ય કક્ષા મંત્રીઓ (સ્વતંત્ર) (૧) હર્ષ સંધવી (૨) જગદીશભાઈ વિશ્વકર્મા