છેલ્લા દોઢ વર્ષથી પોતાના ઘરની રાહ જોઈને બેઠા 5000 હજાર લાભાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 2019માં થયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીમાં 5048 ફ્લેટોના ડ્રો કરવામાં આવ્યા હતા. જેની પાછળ અંદાજે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે ડ્રો થાય તે પહેલા જ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાતા કામગીરી અધુરી રહી ગઈ હતી. ત્યારબાદ છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને પગલે ડ્રો થયા બાદ પણ વિતરણની કામગીરી અટકી પડી હતી. પરંતુ હવે AMC દ્વારા ફરી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ઘણા સમયથી પોતાના ઘરની રાહમાં જોઈ રહેલા 5000 પરિવારને હવે ટૂંક સમયમાં મકાન મળે તેવી શક્યતા જણાઈ રહી છે. અમદાવાદ મ્યુનિ.એ EWS ફેઝ-5ના લાભાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણ પૂર્ણ થયા બાદ તમામને ઘર આપવાની કામગીરી શરૂ કરી દેવામાં અસવશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ શહેરમાં ઘરવિહોણા પરિવારો માટે EWS અને LIGના મકાનો આપવાની જાહેરાત કરી હતી. 2012ની ચૂંટણી બાદ EWS અને LIGના 10 હજાર મકાન બાંધવામાં આવ્યા હતા. જેમાથી 5 હજાર ઘર લાભાર્થીઓને આપવાના બાકી છે.
AMC દ્વારા EWS અને LIGના કુલ 10,143 મકાન બાંધવામાં આવ્યા હતા. જેમા EWSના 5158 અને 4985 મકાનો બાંધ્યા છે. EWSના મકાનો પાછળ 291 કરોડની આસપાસ જ્યારે LIG મકાનો પાછળ લગભગ 512 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. AMC દ્વારા ગત વર્ષે જ તમામ લાભાર્થીઓને મકાન આપી દેવાની યોજના હતી. પરંતુ ટ્રમ્પ કાર્યક્રમ તેમજ કોરોના મહામારીના કારણે આજે પણ પરિવાર મકાનની રાહ જોઈને બેઠા છે.