સ્કૂલના એક વર્ગમાં 12 જ વિદ્યાર્થીઓ બેસશે, કેટલીક સ્કૂલો ઓડ ઇવન પદ્ધતિ, મોટાભાગના વાલીઓની સંમતિ

રાજ્યમાં 11 જાન્યુઆરીથી સ્કૂલો શરૂ કરવાના સરકારના આદેશ બાદ સ્કૂલો દ્વારા કોરોનાના ગાઇડલાઇનના પાલન કરાવવા સાથે સ્કૂલો ચાલુ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધો. 10 અને 12ના જ વર્ગો શરૂ કરવામાં આવનાર હોવાથી સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને કોરોનાના ગાઇડલાઇનના પાલન અંગેની વ્યવસ્થાનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. અમદાવાદના સ્કૂલના સંચાલકોએ એક વર્ગમાં 10થી 12 જ વિદ્યાર્થીઓ બેસાડવાનો નિર્ણય કર્યો છે. મોટાભાગના વાલીઓ સ્કૂલમાં વિદ્યાથીઓને મોકલવાની સંમતિ દર્શાવી છે.સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે માર્કિંગ કરવામાં આવ્યા છે. ઉપરાંત દરેક કલાસ રૂમની બહાર સેનેટાઈઝર મૂકવામાં આવ્યા છે.

સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે માર્કિંગ તેમજ કલાસ રૂમની બહાર સેનેટાઈઝર મૂકવામાં આવ્યા છે

સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે માર્કિંગ તેમજ કલાસ રૂમની બહાર સેનેટાઈઝર મૂકવામાં આવ્યા છે

સ્કૂલમાં વાલીઓએ સમયે જ લેવા અને મુકવા આવવાનું રહેશે
સંકલ્પ ઈન્ટરનેશલ સ્કૂલના સંચાલક બીપીનભાઈ આદરોજીયાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્કૂલમાં સરકારની SOP મુજબ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સ્કૂલમાં ફરજિયાત માસ્ક પહેરી અને પ્રવેશ આપવામા આવશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના શિક્ષણનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો છે. સ્કૂલમાં વાલીઓએ સમયે જ લેવા અને મુકવા આવવાનું રહેશે. બહાર ભીડ નહિ એકત્રિત થવા દેવામાં આવે. સ્કૂલમાં ઝીગઝેગ પદ્ધતિથી વિદ્યાથીઓને બેસાડવામાં આવશે. ઓડ ઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. વાલીઓની સંમતિ એપ્લિકેશન મારફતે લીધા બાદ જ તેઓ સ્કૂલમાં મોકલશે.

સ્કૂલના બાથરૂમને પણ સતત સેનેટાઈઝ કરવામાં આવશે

સ્કૂલના બાથરૂમને પણ સતત સેનેટાઈઝ કરવામાં આવશે

પ્રવેશતાની સાથે જ ફૂલ બોડીને સેનેટાઈઝ કરવામાં આવશે
નિકોલ વિસ્તારમાં આવેલી વેદાંત સ્કૂલના સંચાલક ભરતભાઈ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે ધો. 10થી 12ના જ વર્ગો શરૂ કરવાના હોવાથી સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે ઓડ ઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવામાં આવશે. મોટા વર્ગો હોવાથી 15 જેટલા વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે. ફરજિયાત માસ્ક સાથે સ્કૂલમાં પ્રવેશ મળશે. પ્રવેશતાની સાથે જ સેનેટાઈઝ કરી ક્લાસમાં પ્રવેશ આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓએ પોતાની પાણીની બોટલ ઘરેથી જ લાવવાની રહેશે. સ્કૂલમાં ત્રણ કલાકનો જ અભ્યાસ કરાવવામાં આવશે. સવારે અને બપોરે એમ બે ટાઈમ ત્રણ ત્રણ કલાક સ્કૂલો ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવશે.

પ્રવેશતાની સાથે જ સેનેટાઈઝ કરી ક્લાસમાં પ્રવેશ આપવામાં આવશે

પ્રવેશતાની સાથે જ સેનેટાઈઝ કરી ક્લાસમાં પ્રવેશ આપવામાં આવશે

સ્કૂલ છૂટે ત્યારે ભીડ ન થાય તે માટે વાલીઓ માટે પ્રવેશ બંધ
વિદ્યાથીઓને સ્કૂલે મોકલવાની વાલીઓની સંમતિ બાબતે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે સરકારે સ્કૂલો શરૂ કરવાની જાહેર કરી હતી ત્યારે જ વાલીઓને પહેલાં જ ફોન કરી પૂછ્યું હતું. બાદમાં સ્કૂલની એપ પર જ સંમતિ પત્રક મૂકી દીધા હતા. જે વાલીઓ તેમના બાળકને સ્કૂલે મોકલવા તૈયાર હોય તે ભરીને મોકલી આપ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે તમામ તકેદારી રાખવામાં આવશે. સ્કૂલ છૂટે ત્યારે પણ એકસાથે ભીડ થાય તેમ. કોઈને બહાર નહિ નીકળવા દેવામાં આવે. શિક્ષકો પણ ફરજિયાત માસ્ક પહેરી ભણાવશે. ઓફલાઈનની સાથે સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ છે. બાળકોમાં સંક્રમણ ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.