મોદીના ભાષણોમાં પાંચ વર્ષ પહેલા પણ જંગલરાજ- પલાયન-ભ્રષ્ટાચાર જ મુદ્દા હતા, તો પછી બદલાયું શું?

છેલ્લા પાંચ વર્ષમાં બિહારના રાજકારણમાં ઘણું બદલાયું છે. સત્તાના સાથી બદલાયા, ગઠબંધનના સાથી બદલાયા, જેઓ ત્યારે સરકારમાં હતા તેઓ આજે વિપક્ષમાં છે અને જેઓ સરકારની વિરુદ્ધ હતા. આજે તેઓ સરકારની ખુબીઓને ગણાવતા થાકતા નથી. પરંતુ આ બધા પછી પણ કંઇ બદલાયું નથી, તે છે ચૂંટણીના મુદ્દા . ખાસ કરીને વડાપ્રધાન મોદીના મુદ્દાઓ. જે મુદ્દાઓને વડાપ્રધાને પાંચ વર્ષ પહેલા તેમની સભાઓમાં ઉઠાવ્યા હતા, આજે પણ આ જ મુદ્દાઓને લઈને તેઓ એનડીએને સત્તાના સિંહાસન પર બેસાડવાના પ્રયાસ કરી રહ્યા છે.

જંગલરાજ: આજે 15 વર્ષ જુના જંગલરાજની વાત થઈ રહી છે તો 25 વર્ષ જૂનો મુદ્દો હતો

જંગલરાજ તે એક એવો ચૂંટણી મુદ્દો છે જેના વગર બિહારમાં ચૂંટણી થવી શક્ય જ નથી. પાંચ વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ લગભગ દરેક રેલીમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમાં પણ મેજેદાર વાત તે રહી કે ત્યારે ફ્ક્ત રાજદ અને કોંગ્રેસ જ નહીં મુખ્યમંત્રી નીતિશકુમાર પણ નિશાના પર હતા.

મુંગેરની સભામાં વડાપ્રધાને કહ્યું કે જંગલરાજમાં આ લોકોએ સૌથી મોટો ઉદ્યોગ લગાવ્યો હતો તે છે અપહરણ ઉદ્યોગ. સાંજ પડ્યા પછી માતા પોતાના બાળકોને ક્યાંય પણ જવા દેતી ન હતી. લોકો નવી કારને ખરીદ્યા પછી તરત જ જૂની કરી દેતા હતા. કારણ કે, શો રૂમમાંથી બહાર નીકળતાં જ કોઈ નવી કાર જોઇને લૂંટ ચલાવતા હતા.

આ ચૂંટણીમાં પણ મોદી જંગલરાજને મુદ્દો બનાવી રહ્યા છે. ફરક એટલો જ છે કે આજે 15 વર્ષ જુના જંગલરાજની વાત થઈ રહી છે, ત્યારે 25 વર્ષનો મુદ્દો હતો. ટેકમે કહ્યું હતું કે 25 વર્ષમાં આ લોકોએ બે-બે પેઢીઓનો નાશ કર્યો છે. હાલમાં જ મુઝફ્ફરપુરમાં મોદીએ કહ્યું કે જંગલરાજમાં અપહરણ ઉદ્યોગનો કોપી રાઇટ આ જ લોકો પાસે છે.છપરામાં મોદીએ કહ્યું હતું કે પહેલા ખંડણીનો વેપાર થતો હતો. આ વખતે મોદી તેજસ્વીને જંગલ રાજનો યુવરાજ કહી રહ્યા છે.